કોપનહેગનના શૉપિંગ મૉલમાં અંધાધુંઘ ગોળીબાર, 7ના મોત

04 July, 2022 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક 22 વર્ષના આરોપી એક ડૈનિશ યુવકની ધરપકડ કરી છે. જો કે, પોલીસે આ ઘટનાને આતંકવાદી ઘટના સાથે જોડીને પણ તપાસ કરી રહી છે. પોલીસે શૉપિંગ મૉલ સહિત આખા કોપેનહેગનમાં સિક્યોરિટી વધારી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

ડેનમાર્કની રાજધાની કોપનહેગનના એક શૉપિંગ મૉલમાં રવિવારે મોડી રાતે અંધાધુંધ ફાયરિંગ થઈ. આ ગોળીબારમાં 7ના મોત થયા અને અનેક લોકોના ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોમાં 3ની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. બધાને નજીકના હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ન્યૂઝ એજન્સી રાયટર્સ પ્રમાણે, એક 22 વર્ષના આરોપી એક ડૈનિશ યુવકની ધરપકડ કરી છે. જો કે, પોલીસે આ ઘટનાને આતંકવાદી ઘટના સાથે જોડીને પણ તપાસ કરી રહી છે. પોલીસે શૉપિંગ મૉલ સહિત આખા કોપેનહેગનમાં સિક્યોરિટી વધારી દીધી છે.

ફાયરિંગ પછી મચ્યો હાહાકાર
આ ઘટના ફિલ્ડ્સ શૉપિંગ મૉલમાં રવિવારે રાતે થી. રજાનો દિવસ હોવાને કારણે ઘણાં લોકો ત્યાં હાજર હતા. આ દરમિયાન એકાએક ફાયરિંગ અને ચીસો સાંભળવા મળી. ત્યાર પછી દોડાદોડ મચી અને લોકો બહાર દોડ્યા. આ હુમલો આ વર્ષની ટૂર ડી ફ્રાન્સ સાઇક્લિંગ કૉમ્પિટિશનના કોપેનહેગનમાં શરૂ થયાના બે દિવસ પછી થયો.

હુમલાખોરની ધરપકડ
કોપેનહેગન પોલીસ ઑપરેશન યૂનિટના પ્રમુખ સોરેન થૉમસને ઘટનાની પુષ્ઠિ કરતા કહ્યું કે ગોળીબાર કરનારા શંકાસ્પદની શહેરના દક્ષિણી ભાગમાં સ્થિત ફિલ્ડ્સ શૉપિંગ મૉલની નજીકથી ધરપકડ કરી છે. આરોપીની ઉંમર 22 વર્ષ છે અને ડેનમાર્કનો નાગરિક છે. થૉમસને જણાવ્યું કે હુમલામાં અનેક લોકો મારી નાખવામાં આવ્યા અને અનેક ઇજાગ્રસ્ત થયા છે.

આતંકવાદી ઘટનાની શંકા
સોરેન થૉમસને કહ્યું કે ઘટનાની પાછળ આતંકવાદી મનસૂબાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે હાલ એ ખબર નથી પડી કે શું આ ઘટનામાં અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. તેમણે કહ્યું કે તેમના આ વાતના સંકેત નથી મળ્યા કે તે વ્યક્તિએ અન્ય લોકો સાથે મળીને આ કામ કર્યું છે.

international news copenhagen denmark