10 May, 2025 08:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન - ફરતી થયેલી ખોટી પ્રેસનોટ
સોશિયલ મીડિયા પર `ઈમરાન ખાન માર્યા ગયા, તેમને મારી મારીને મોતને ઘાટ ઉતારાયા` આ સમાચાર છેલ્લા કેટલાક કલાકોથી ટ્રેન્ડ થઈ રહ્યા છે. એક ખોટી પ્રેસનોટ પણ ફરી રહી છે પણ ફેક્ટ ચેકમાં ખુલાસો થયો છે કે એક જૂના વીડિયોને ફરી ઉપયોગમાં લઈને આ ખોટા દાવા કરવામાં આવ્યા છે. આજ પહેલાં પણ આ અઠવાડિયે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ્સ ફેલાઈ ગઈ હતી જેમાં ખોટા દાવા કરવામાં આવ્યા હતા કે પાકિસ્તાનના ભૂતપુર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અથવા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો વળી ક્યાંક કસ્ટોડિયલ ડેથની પણ વાત કરાઈ. વોટ્સએપ અને એક્સ (અગાઉ ટ્વિટર) પર મોટે પાયે આ વિડીયો ફરતા થયા હતા, જેમાં ખાનને લોહીલુહાણ હાલતમાં બતાડાયા અને તેમને રક્ષકો દ્વારા જવાય છે એમ દર્શાવવામાં આવ્યું હતું. આમાંથી કોઈ પણ દાવા સાચા નથી.
શેર કરવામાં આવી રહેલો વીડિયો તાજેતરનો નથી. તે 2013નો છે, જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના તત્કાલીન અધ્યક્ષ ખાન લાહોરમાં એક ચૂંટણી રેલીમાં સ્ટેજ પર લઈ જતી વખતે ફોર્કલિફ્ટ પરથી પડી ગયા હતા. 2013માં મિડીયામાં અહેવાલ આપ્યા હતા કે, "ઈમરાન ખાનને લાહોરમાં એક ચૂંટણી રેલીમાં સ્ટેજ પર લઈ જતી ફોર્કલિફ્ટ પરથી પડી જવાથી તેમના માથામાં ઈજા થઈ હતી." સ્ટેજ પર પહોંચતા પહેલા પ્લેટફોર્મ સંતુલન ગુમાવતા તેઓ તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે લગભગ 15 ફૂટ નીચે પડી ગયા હતા.
દસ વર્ષ જૂનો હોવા છતાં આ વીડિયો ફૂટેજ ફરી સામે આવ્યું અને ખાસ કરીને વોટ્સએપ ફોરવર્ડ દ્વારા તેણે ખાસ્સું ટ્રેક્શન પણ મેળવ્યું. આ માહિતી ગેરમાર્ગે દોરનારી છે, અને વર્તમાન સંદર્ભમાં તેનો ઉપયોગ ખોટી માહિતીનું ફેલાવાનું સ્પષ્ટ ઉદાહરણ છે. જેમ જેમ અફવા આગળ વધતી ગઈ, તેમ તેમ કેટલીક પોસ્ટ્સ પણ સતત વધતી ગઈ, જેમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર ઇમરાન ખાનના મૃત્યુનું કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. આ દાવાઓ ઇન્ટરનેટ પર ફેલાવા માંડ્યા અને તણાવ વધ્યો.
જોકે, આ દાવાઓને ઘણા સ્વતંત્ર સ્ત્રોતો દ્વારા રદિયો આપવામાં આવ્યો છે. X પર એક અગ્રણી ફેક્ટ-ચેકિંગ એકાઉન્ટ, ગ્રોક એઆઈએ પોસ્ટ કર્યું, “અસીમ મુનીરે ઇમરાન ખાનને કેદમાં માર્યા હોવાનો દાવો ખોટો છે. ઇમરાન ખાન જીવિત છે અને 14 વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે, અને આ બાબતને અલ જઝીરા અને વિકિપીડિયા જેવા સ્ત્રોતો દ્વારા પુષ્ટિ મળી છે. મે 2025 ના કોઈ વિશ્વસનીય અહેવાલો તેમના મૃત્યુનો સંકેત આપતા નથી. એક તરફ ખાસકરીને ઇમરાન ખાન અને મુનીર વચ્ચે તણાવ છે, ત્યારે આ આરોપને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી. ખોટી માહિતી ટાળવા માટે વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતીની ચોકસાઈ કરો.” જ્યારે તે પોસ્ટ્સ નકલી હોવાનું બહાર આવ્યું, ત્યારે ન્યાયિક કસ્ટડીમાં ઇમરાન ખાનના મૃત્યુ વિશે બીજી એક પ્રેસ રિલીઝ પ્રસારિત કરવામાં આવી હતી. જો કે, તે સમાચાર પણ કોઇપણ પુરાવા વિનાના અને અપ્રમાણિત જ રહ્યા.
આ ખોટી પ્રેસ રિલીઝ મુજબ, શનિવારે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી કે ઇમરાન ખાનનું મૃત્યુ ન્યાયિક કસ્ટડીમાં થયું હતું. નિવેદનમાં લખ્યું હતું કે, "પાકિસ્તાન સરકાર પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારે છે. અમે આ દુ:ખદ ઘટના પાછળના કારણો અને જવાબદારી નક્કી કરતી વખતે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ." સરકારી અધિકારીઓએ કહ્યું છે કે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. તેઓ તપાસ નિષ્પક્ષ રહે તે સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને સ્વતંત્ર નિરીક્ષકો સાથે સહયોગ કરી રહ્યા છે. અધિકારીઓએ માનવ અધિકારો, ખાસ કરીને અટકાયત સુવિધાઓમાં, જાળવી રાખવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. ખોટા સમાચાર ફેલાવાથી પહેલાથી જ તણાવપૂર્ણ વાતાવરણ વધુ જટિલ બન્યું છે.
તેમને માર્યા હોવાનો દાવો પણ ખોટો હતો પણ પછી તેમના મોતની પુષ્ટિ કરનારી પોસ્ટ્સને લીધે લોકો ગેરમાર્ગે દોરાયા અને ગુંચવણ વધી. આ પરિસ્થિતિ ડિજિટલ યુગમાં ખોટી માહિતીના જોખમોને ઉજાગર કરે છે - જ્યાં સંદર્ભ વિના ઉપયોગ કરાયેલા ક ભ્રામક વીડિઓને કારણે હકીકત ખબર પડે તે પહેલાં લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે તે આનો પુરાવો છે. રાજકીય સંવેદનશીલતા અને જાહેર શોકના સમયમાં, અધિકારીઓ જનતાને અપ્રમાણિત સામગ્રી શેર કરવાનું ટાળવા વિનંતી કરી રહ્યા છે. તેઓ કહે છે કે દરેકનું ધ્યાન જવાબદારી, સ્થિરતા અને ન્યાય પર રહેવું જોઈએ.