✕

ફ્રેન્ચ લોકો આવું કેવી રીતે કરી શકે, આપણને શરમ આવવી જોઈએ

20 October, 2026 04:54 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સમાં ભયંકર તોફાનો વચ્ચે રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉને કહ્યું... ફ્રેન્ચ લોકો આવું કેવી રીતે કરી શકે, આપણને શરમ આવવી જોઈએ, આ હિંસા પાછળ કોઈ જ બહાનું ન ચલાવી શકાય. આપણને સૌને શરમ અનુભવાવી જોઈએ.’ 

ફ્રેન્ચ લોકો આવું કેવી રીતે કરી શકે, આપણને શરમ આવવી જોઈએ

ફ્રાન્સમાં મોંઘવારી અને ઘટી રહેલી જાહેર સુવિધાઓના મુદ્દે ફાટી નીકળેલાં ભયંકર તોફાનોના કારણે આખા દેશમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉને દેશવાસીઓને સંબોધતાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી. હિંસક પ્રદર્શનો વિશે વાત કરતાં તેમણે અત્યંત દુઃખ સાથે કહ્યું હતું કે ‘ફ્રેન્ચ લોકો પોતાના દેશ સાથે આવું કેવી રીતે કરી શકે? આ હિંસા પાછળ કોઈ જ બહાનું ન ચલાવી શકાય. આપણને સૌને શરમ અનુભવાવી જોઈએ.’ 
લીમોજ શહેરમાં પણ ઐતિહાસિક ટાઉન હૉલને નિશાન બનાવવામાં આવતાં ભારે તબાહી મચી હતી. આ વિશે સરકારે તમામ વેપારીઓને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવા છતાં હાલમાં ફ્રાન્સ સરકારે દેશમાં ક્યાંય પણ ઇમર્જન્સી લાદવાનો સ્પષ્ટ ઇનકાર કરીને તમામ પ્રકારનાં કડક પગલાં લેવાની પૂરી તૈયારી દર્શાવી છે. 

france international news world news europe national news