25 August, 2026 01:02 PM IST | Ottawa | Gujarati Mid-day Correspondent
ગોલ્ડી બ્રાર અને હરદીપ નિજ્જર
કૅનેડાસ્થિત ગૅન્ગસ્ટર ગોલ્ડી બ્રારે લીક થયેલી ઑડિયો-ક્લિપમાં કબૂલાત કરી છે કે તેણે ૨૦૨૩માં સરે ગુરુદ્વારાની બહાર વૉન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હતી. ગાયક-ગીતકાર સિધુ મૂસેવાલાની હત્યા સહિત અનેક હત્યાઓ માટે ભારતમાં વૉન્ટેડ એવો ગોલ્ડી બ્રાર ખાલિસ્તાની આતંકવાદી પરમજિત સિંહ પમ્મા સાથેની વાતચીત દરમ્યાન કથિત ક્લિપમાં એવી બડાઈ મારતો સાંભળવામાં આવ્યો હતો કે તેણે નિજ્જરની હત્યા કરી હતી કારણ કે તે ડ્રગ્સના દુરુપયોગને પ્રોત્સાહન આપવામાં સામેલ હતો.