✕

અમેરિકા છોડો અથવા નોકરી

27 November, 2026 11:15 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

IBMએ H-1B વીઝાધારક કર્મચારીઓને ત્રણ અઠવાડિયાંનું અલ્ટિમેટમ આપ્યું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટેક્નૉલૉજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ટરનૅશનલ બિઝનેસ મશીન્સ (IBM)એ અમેરિકામાં કાર્યરત H-1B વીઝા અને ગ્રીન કાર્ડ ધરાવતા અમુક કર્મચારીઓને અન્ય દેશમાં સ્થળાંતર કરવા અથવા કંપની છોડવાનો નિર્ણય લેવા ત્રણ અઠવાડિયાંનો સમય આપ્યો છે. કંપનીએ એના કન્સલ્ટિંગ વિભાગમાં મોટા ભાગનાં પદો માટે ઇમિગ્રેશન સ્પૉન્સરશિપ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી આ પગલું ભરાયું હતું. વિદેશમાં કામ કરવાનો વિકલ્પ નકારનારા કર્મચારીઓને ત્રણ મહિનાનું પૅકેજ અપાશે અને તેમનો અંતિમ કાર્યદિવસ ૩૧ ડિસેમ્બરે રહેશે.

મૅનેજરોએ વન-ઑન-વન ચર્ચા દરમ્યાન કર્મચારીઓને આ નિર્ણયની જાણ કરી હતી. IBM કન્સલ્ટિંગ વિશ્વભરમાં ૧,૫૦,૦૦૦થી વધુ કર્મચારીઓ ધરાવે છે. કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે કૌશલ્યની ઉપલબ્ધતા અને ક્લાયન્ટની જરૂરિયાતો બદલાતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી હાઈ-સ્કિલ્ડ વીઝા-પ્રોગ્રામમાં કંપનીની ભાગીદારી ઘટી રહી હતી, તેથી કન્સલ્ટિંગ વિભાગનાં મોટા ભાગનાં પદો માટે સ્પૉન્સરશિપ બંધ કરાઈ હતી. જોકે એની અસર કંપનીના અન્ય બિઝનેસ યુનિટ્સ પર નહીં પડે.

united states of america business news technology news news international news