નરેન્દ્ર મોદી અને ચીની વિદેશપ્રધાન વચ્ચે મહત્ત્વની બેઠક

25 June, 2026 10:10 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચાઇનીઝ ફૉરેન મિનિસ્ટરે કહ્યું કે ગ્લોબલ સાઉથના વિકાસ માટે ભારત-ચીનનું સાથે આવવું અનિવાર્ય

ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

દિલ્હીમાં આયોજિત ૧૬મી બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા (BRICS) દેશોની પરિષદ અંતર્ગત ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વાંગ યી અહીં નૅશનલ સિક્યૉરિટી અૅડ‍્વાઇઝર્સ (NSA)ની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. આ ઉચ્ચ સ્તરની બેઠક દરમ્યાન બન્ને દેશો વચ્ચે પરસ્પર ભરોસો વધારવા અને ભારતની BRICS અધ્યક્ષતાને વધુ મજબૂત કરવા પર સહમતી બની છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના (CPC)ના વરિષ્ઠ નેતા વાંગ યીએ જણાવ્યું હતું કે ‘ભારત અને ચીન ગ્લોબલ સાઉથના મહત્ત્વના સભ્ય હોવાથી તેમણે વૈશ્વિક સ્તરે એકતા અને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.’

આ પહેલાં ભારતના NSA અજિત ડોભાલ અને વાંગ યી વચ્ચે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ મહત્ત્વપૂર્ણ મુલાકાત દરમ્યાન બન્ને દેશોએ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પરની વર્તમાન સુરક્ષા-સ્થિતિની પણ ગંભીર સમીક્ષા કરી હતી, જેથી સરહદ પર સકારાત્મક ગતિ અને શાંતિ જાળવી શકાય.

international news world news china narendra modi indian government