Imran Khan News: ઈમરાનના જીવતા હોવાનો કોઈ પુરાવો ન મળ્યો દીકરાને- લગાવ્યા આરોપ

28 November, 2025 11:49 AM IST  |  Pakistan | Gujarati Mid-day Online Correspondent

Imran Khan News: ઈમરાન ખાનની હયાતીને લઈને ફરી એકવાર ચર્ચાઓએ વેગ પકડ્યો છે કારણ કે ઈમરાનના દીકરા કાસિમ ખાને પાકિસ્તાન સરકાર પર આરોપ લગાવ્યા છે. તેણે લખ્યું હતું કે તેમના પરિવાર પાસે એવા કોઈ જ પુરાવા નથી કે જેમાં ઈમરાન ખાનના જીવતા હોવાનું સાબિત થાય.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન વિષે નીતનવા અહેવાલો (Imran Khan News) સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ એવી વાત જાણવા મળી હતી કે ઈમરાન ખાનની હત્યા કરી દેવાઈ છે. ઈમરાનના મોતની ખબર ફેલાયા બાદ તેમના સમર્થકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પરંતુ ગઈકાલે પાકિસ્તાનના જેલપ્રશાશન તરફથી આ મુદ્દે એક નિવેદન સામે આવ્યું હતું કે ઈમરાન ખાન સ્વસ્થ છે અને આદિયાલા જેલમાં બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ ઈમરાન ખાનની હયાતીને લઈને ફરી એકવાર ચર્ચાઓએ વેગ પકડ્યો છે કારણ કે ઈમરાનના દીકરા કાસિમ ખાને પાકિસ્તાન સરકાર પર આરોપ લગાવ્યા છે.
 
કાસિમ ખાને એક્સ પર લાંબી પોસ્ટ (Imran Khan News) મૂકી છે જેમાં તેણે લખ્યું હતું કે તેમના પરિવાર પાસે એવા કોઈ જ પુરાવા નથી કે જેમાં ઈમરાન ખાનના જીવતા હોવાનું સાબિત થાય. વળી કાસિમે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું છે કે તેના પિતા ઈમરાનની સલામતી માટે અધિકારીઓ જવાબદાર રહેશે. તમને જણાવી દઈએ કે પોલિટિક્સથી હમેશા દૂર રહેનારો કાસિમ ખાન મોટેભાગે પાકિસ્તાનની બહાર જ રહે છે.
 
કાસિમે પોસ્ટમાં લખ્યું છે કે તેના પિતા ઈમરાન ખાન (Imran Khan News) ૮૪૫ દિવસથી ગિરફ્તાર કરાયેલા છે. તેમને શૂન્ય પારદર્શિતા સાથે મૃત્યુદંડના કેદીઓ માટેની કોટડીમાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા છે. એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે પણ પરિવારને તેમની સાથે મળવા દેવામાં નથી આવ્યો. અદાલતના આદેશો હોવા છતાં બહેનોને પિતા ઈમરાન ખાનને મળવા દેવામાં નથી આવી. મારા પિતાનો કોઈ ફોનકૉલ નથી કે નથી થઇ કોઈ મુલાકાત. મારા પિતા ઈમરાન ખાનના જીવતા હોવાના કોઈ પુરાવા અમારી પાસે નથી. મારો કે મારા ભાઈ સુલેમાનનો એક મહિનાથી અમારા પિતાનો સંપર્ક નથી થયો.
 
તેણે આગળ લખ્યું કે, "હું આંતરરાષ્ટ્રીય સમુદાય, વૈશ્વિક માનવાધિકાર સંગઠનો અને દરેક લોકશાહી અવાજને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરું છું. મારા પિતા (Imran Khan News) જીવતા હોવાનો પુરાવો માંગો, અદાલત દ્વારા આપવામાં આવેલા આદેશનો અમલ કરો, આ અમાનવીય અલગતાને બંધ કરો અને પાકિસ્તાનના સૌથી લોકપ્રિય રાજકીય નેતાની મુક્તિની માંગ કરો, જેમને માત્ર રાજકીય કારણોસર જેલમાં ગોંધી રાખવામાં આવ્યા છે."
 
બીજી બાજુ પાકિસ્તાન સરકારનું વલણ તદ્દન ઊલટું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન જેલવહીવટીતંત્રે નિવેદન જરી કર્યું હતું  કે ઈમરાન ખાનને કોઈ પ્રકારની મુશ્કેલી આપવામાં આવી નથી. વળી, ઈમરાન ખાન (Imran Khan News)ને જેલની અંદર એવી એવી સુવિધાઓ મળી રહી છે જે કોઈ પણ સામાન્ય કેદી માટે શક્ય નથી. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે ઈમરાન ખાનને સ્પેશિયલ ભોજન, જિમની સુવિધા અને આરામદાયક વ્યવસ્થા આપવામાં આવી છે.
pakistan imran khan Crime News international news world news