પાકિસ્તાનમાં હવે આર્મી ચીફ આસિમ મુનીર જ સર્વસ્વ

22 August, 2026 12:12 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની સંસદે તમામ સૈન્ય પર સંપૂર્ણ નિયંત્રણની સત્તા આપી, તેઓ ઇચ્છે તેને હાયર-ફાયર કરી શકશે

આર્મી ચીફ ફીલ્ડમાર્શલ આસિમ મુનીર

પાકિસ્તાનની સંસદે ગુરુવારે ડિફેન્સ ફોર્સિસ ઑફ પાકિસ્તાન ઍક્ટ 2026 પસાર કરીને આર્મી ચીફ ફીલ્ડમાર્શલ આસિમ મુનીરને અત્યંત વ્યાપક સત્તાઓ સોંપી દીધી છે. નવા કાયદા 
હેઠળ ડિફેન્સ ફોર્સિસ હેડક્વૉર્ટર્સ (DFHQ)ની સ્થાપના કરવામાં આવશે. આ સાથે પાકિસ્તાનની આર્મી, નેવી અને ઍર ફોર્સ હવે ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (CDF) આસિમ મુનીરના જ કમાન્ડ હેઠળ રહેશે. તેઓ સૈન્ય અધિકારીઓની નિવૃત્તિ વયમર્યાદામાં ફેરફાર કરવાથી લઈને કોઈ પણ નિર્ણય લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. વિપક્ષના વૉકઆઉટ વચ્ચે વડા પ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં આ મહત્ત્વનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

નવા માળખા મુજબ આસિમ મુનીર હવે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ બાબતોમાં વડા પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે પણ કાર્ય કરશે. 

international news world news pakistan