IND-PAK Conflicts: પાકિસ્તાનના બે ટુકડા થશે! બલૂચિસ્તાનની આઝાદીનો દાવો કરાયો- દિલ્હીમાં દૂતાવાસ ખોલવાની માંગ

09 May, 2025 11:34 AM IST  |  Balochistan | Gujarati Mid-day Online Correspondent

IND-PAK Conflicts: લેખક મીર યાર બલૂચે કહ્યું કે અમે યુએનને વિનંતી કરીએ છીએ કે તે તાત્કાલિક બલુચિસ્તાનમાં તેના શાંતિ મિશન મોકલે.

પ્રતીકાત્મક તસવીર

IND-PAK Conflicts: એકબાજુ ભારતે જ્યાં પાકિસ્તાનના હાલ બેહાલ કરી મૂક્યા છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાન પર નવું સંકટ તોળાઈ રહ્યું છે. હવે જાણીતા બલૂચ લેખક મીર યાર બલૂચ દ્વારા પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરવામાં આવી છે. લેખકે બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરતાં સંયુક્ત રાષ્ટ્રને પોતાનું શાંતિ મિશન મોકલવાની માંગ કરી છે. આ સાથે જ લેખકે ભારત પાસેથી દિલ્હીમાં બલુચિસ્તાન માટે દૂતાવાસની પણ માંગ કરવામાં આવી છે.

મીર યાર બલૂચે X પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, "આતંકવાદી પાકિસ્તાનનું પતન નજીક હોવાથી ટૂંક સમયમાં તેવી ઘોષણા અપેક્ષિત છે. અમે અમારી સ્વતંત્રતાનો દાવો (IND-PAK Conflicts) કર્યો છે અને અમે ભારતને દિલ્હીમાં બલુચિસ્તાનના સત્તાવાર કાર્યાલય અને દૂતાવાસને મંજૂરી આપવા વિનંતી કરીએ છીએ."

આ સાથે જ મીર યાર બલૂચ દ્વારા સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખવામાં આવ્યો હતો અને બલુચિસ્તાનના લોકશાહી પ્રજાસત્તાકની સ્વતંત્રતાને માન્યતાને સમર્થન આપવા માટે યુએનના તમામ સભ્યોની બેઠક બોલાવવા સુદ્ધાં વિનવણી (IND-PAK Conflicts) કરવામાં આવી છે. તેઓએ આ સાથે જ કરન્સી અને પાસપોર્ટ મુદ્રણ માટે અરબો ડોલરની ધનરાશિ જારી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

લેખક મીર યારનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર અને આક્રમક કહી શકાય તેવા તણાવની સ્થિતિ પેદા થઈ છે. 7 મેના રોજ, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી હતી. ગઇકાલે પણ પાકિસ્તાનના તમામ હુમલાના પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા.

મીર યાર બલૂચે એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે બલૂચિસ્તાનની આઝાદી (IND-PAK Conflicts) માટેના લડવૈયાઓએ ડેરા બુગતીમાં પાકિસ્તાનના ગેસ ક્ષેત્રો પર હુમલો કર્યો હતો, જ્યાં 100થી વધુ ગેસ વેલ્સ મળી આવ્યા છે. આ સાથે જ એક પોસ્ટમાં તેઓએ એમ પણ જણાવ્યું છે કે, "પાકિસ્તાનનું આતંકવાદી પતન નજીક હોવાથી ટૂંક સમયમાં સંભવિત જાહેરાત થવી જોઈએ" તેમણે દિલ્હીમાં ભારતીય દૂતાવાસની સ્વતંત્રતાની પ્રશંસા પણ કરી હતી.

લેખકે સંયુક્ત રાષ્ટ્રને સંબોધતાં લખ્યું હતું કે, "અમે યુએનને વિનંતી કરીએ છીએ કે તે તાત્કાલિક બલુચિસ્તાનમાં તેના શાંતિ મિશન મોકલે અને પાકિસ્તાનના કબજા હેઠળના સૈન્યને પ્રદેશો, હવાઈ ક્ષેત્ર અને બલુચિસ્તાનના સમુદ્ર પર કબજો કરવા અને બાલચિસ્તાનમાં તમામ શસ્ત્રો અને સંપત્તિઓ છોડી દેવા કહે. સેના, સરહદી સંસ્થા, પોલીસ, લશ્કરી ગુપ્ત માહિતી, આઇએસઆઇ અને નાગરિક વહીવટીતંત્રના તમામ વ્યક્તિગત સભ્યોએ તરત જ બલુચિસ્તાનને છોડી નાખવું જોઈએ. (IND-PAK Conflicts) બલુચિસ્તાનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વતંત્ર બલુચિસ્તાન રાજ્યની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં એક સંક્રમણકારી વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે”

international news world news balochistan pakistan ind pak tension indian army united nations