21 August, 2026 11:45 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશને ઊભાં કરેલાં ગેરકાયદે સ્ટ્રક્ચર અને બૅરિકેટ્સ તોડી પાડવામાં આવ્યાં હતાં.
ભારતે પાકિસ્તાનને એની જ ભાષામાં અત્યંત કડક જવાબ આપ્યો છે. ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન બહારથી પાકિસ્તાને સુરક્ષા-વ્યવસ્થા હટાવી લીધી હતી. એના જવાબમાં હવે ભારતે પણ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન બહારથી સુરક્ષાનાં તમામ બૅરિકેડ્સ હટાવી દીધાં છે અને ગેરકાયદેસર દબાણો પર JCB ફેરવી દીધું હતું. ટોચનાં રાજદ્વારી સૂત્રોના જણાવ્યા મુજબ બન્ને દેશો એકબીજા પર દબાણ લાવવા માટે હંમેશાં આ પ્રકારની રણનીતિ અપનાવે છે.
દૂતાવાસની બહાર સુરક્ષામાં ફેરફાર કરવો એ રાજદ્વારી સંદેશ આપવાની ખૂબ જૂની પદ્ધતિ છે. પાકિસ્તાને કરેલી કાર્યવાહીનો ભારતે સમાન વળતો જવાબ આપીને પોતાની કડક નીતિ સ્પષ્ટ રીતે રજૂ કરી છે.