ભારતીય ચટણીઓ વિશ્વનાં ટૉપ ૫૦ ડિપ્સમાં સ્થાન પામી

14 June, 2024 02:55 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વિશ્વનું સૌથી બેસ્ટ ડિપનું સ્થાન મળ્યું હતું મિડલ-ઈસ્ટર્ન ​ક્વિઝીનના ‘તુમ’ને. તુમ એ લસણ અને ઑલિવ ઑઇલને ખૂબ બારીક પીસીને બનાવાતું ડિપ છે.

ભારતીય ચટણી

જેમ બીજા દેશોની ખાણી-પીણીમાં ડિપ્સ અને સૉસ બહુ મહત્ત્વ ધરાવે છે એમ ભારતીય ફૂડમાં ચટણીઓનું સ્થાન છે. ટેસ્ટઍટલસ મૅગેઝિન દ્વારા જૂન ૨૦૨૪માં વિશ્વનાં બેસ્ટ ડિપ્સની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં આપણી કોથમીર-મરચાંની ચટણીનો નંબર ૪૨મો છે અને કેરીની ચટણીનો નંબર ૫૦મો છે. વિશ્વનું સૌથી બેસ્ટ ડિપનું સ્થાન મળ્યું હતું મિડલ-ઈસ્ટર્ન ​ક્વિઝીનના ‘તુમ’ને. તુમ એ લસણ અને ઑલિવ ઑઇલને ખૂબ બારીક પીસીને બનાવાતું ડિપ છે.

મૅન્ગોની ડિશીઝમાં આમરસ નંબર વન ઉનાળાની સીઝન એટલે કેરીનો સમય. ટેસ્ટઍટલસ મૅગેઝિને ૨૦૨૪ની સીઝનમાં મૅન્ગોની સૌથી ટેસ્ટી ટૉપ૧૦ ડિશીઝની યાદી બહાર પાડી હતી એમાં પણ ભારતનો આમરસ નંબર વન રહ્યો હતો.

street food Gujarati food mumbai food international news life masala