✕

અમેરિકાના હુમલાના ડરથી ઈરાને ન્યુક્લિયર પ્લાન્ટ પાસે લોકોને આયોડિનની ગોળીઓ વહેંચી

08 November, 2026 03:02 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન પર નવેસરથી લશ્કરી ઑપરેશન શરૂ કરે એવી શક્યતા વચ્ચે ઈરાને એના ન્યુક્લિયર પ્લાન્ટની આસપાસ રહેતા લોકોને આયોડિનની ગોળીઓ વહેંચવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ મુજબ ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન પર નવેસરથી લશ્કરી ઑપરેશન શરૂ કરે એવી શક્યતા વચ્ચે ઈરાને એના ન્યુક્લિયર પ્લાન્ટની આસપાસ રહેતા લોકોને આયોડિનની ગોળીઓ વહેંચવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ મુજબ ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી હતી. ઈરાને જણાવ્યું કે ડોનલ્ડ ટ્રમ્પ પર ભરોસો કરી શકાય તેમ નથી, જેથી લશ્કરી તનાવ વધે ત્યારે સાવચેતીના પગલારૂપે બેથી ત્રણ કિલોમીટર વિસ્તારમાં આ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ગોળીઓ રેડિયેશનથી બચાવે છે.

donald trump news international news world news iran