02 May, 2026 07:53 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી
અમેરિકા સાથેના યુદ્ધમાં ઈરાનની ટૉપ લીડરશિપમાં મતભેદ હવે સપાટી પર આવી રહ્યો છે. વાત એ હદે વધી ગઈ છે કે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીને જ પદ પરથી હટાવવામાં આવી એવી સંભાવના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન અને ઈરાનની સંસદસભાના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ વિદેશપ્રધાનન અબ્બાસ અરાગચીને હટાવવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકા અને ઈરાન સાથે બીજા તબક્કાની શાંતિમંત્રણા અટકેલી છે અને અત્યાર સુધી નેગોશિએશન માટે અબ્બાસ અરાગચી જ પ્રતિનિધિ તરીકે આગળ રહ્યા છે. તાજેતરમાં અબ્બાસ અરાગચીએ કરેલી વિદેશયાત્રાઓથી પ્રેસિડન્ટ મસૂદ પેજેશ્કિયાન ખૂબ નારાજ છે. યુદ્ધની શાંતિમંત્રણામાં પણ તેઓ પ્રેસિડન્ટના આદેશોને અવગણી રહ્યા છે.