29 November, 2026 01:18 PM IST | Italy | Gujarati Mid-day Correspondent
સ્કૂલમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ
ઇટલીમાં જ્યૉર્જિયા મેલોનીની સરકારે નવા શિક્ષણસુધારાઓને મંજૂરી આપી છે જે હેઠળ સ્કૂલોમાં ચહેરો ઢાંકવાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે સ્કૂલોમાં બુરખા અને નકાબ સહિત ચહેરો ઢાંકતાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને ૧૦૦૦ યુરો સુધીનો દંડ થઈ શકે છે. આ કાયદા હેઠળ પ્રથમ વર્ષના ક્લાસમાં વિદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા પર ૩૦ ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જોકે જે સ્ટુડન્ટ્સને ઇટાલિયન ભાષાનું સારું જ્ઞાન છે તેમને આ મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. વિપક્ષી પક્ષોએ ભેદભાવ અને ધાર્મિક સ્વતંત્રતા વિશે ચિંતા વ્યક્ત કરીને આ નવા કાયદાની ટીકા કરી છે.