લંડનમાં ફાટી નીકળી હિંસા, ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ અને પબ્લિક વાહનોને ચાંપી આગ

20 July, 2024 02:44 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

London Riots: ચાઈલ્ડ કૅર એજન્સી બાળકોને લેવા માટે પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)

લંડનના લીડ્સમાં ગુરુવારે સાંજથી જ મોટી હિંસા ફાટી (London Riots) નીકળી છે. ગુસ્સે ભરાયેલા લોકોએ શહેરમાં અનેક ડબલ ડેકર બસને આગ ચાંપી દીધી હતી અને પોલીસ અધિકારીઓ પર હુમલો પણ કર્યો હતો. હિંસામાં સામેલ થયેલા લોકોએ પથ્થરમારો કરીને પોલીસની ગાડીઓને પણ પલટાવી દીધી હતી. લંડનમાં ફાટી નીકળેલી આ હિંસા પાછળ હેરહિલ્સ વિસ્તારમાં લક્સર સ્ટ્રીટમાં બાળકોને સ્થાનિક અધિકારીઓની મદદથી ચાઇલ્ડ કૅરમાં લઈ જવામાં આવી રહ્યા હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ હિંસામાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ચાઈલ્ડ કૅર એજન્સી બાળકોને લેવા માટે પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાળકો અને ચાઈલ્ડ કૅર એજન્સીના (London Riots) કર્મચારીઓને ઘટના સ્થળેથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ પછી અચાનક સેંકડો લોકો રસ્તા પર આવી ગયા હતા અને તેઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોને નિશાન બનાવી તોડફોડ અને આગજની કરી હતી.

લીડ્સમાં ફાટી નીકળેલી હિંસાના અનેક વીડિયો સોશિયલ મીડિયા (London Riots) પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર ઊભી રહેલી એક ડબલ ડેકર બસને આગ લગાવી દીધી હતી. કેટલાક લોકો પોલીસની કાર પર પથ્થર અને અન્ય વસ્તુઓ ફેંકતા જોવા મળે છે. વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનાની સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા છે આ સાથે શહેરના અનેક રસ્તાઓ પણ તાતપુરતા બંધ કરી દેવામાં આવ્યા છે.

વિસ્તારમાં વધુ પડતી હિંસા અને તણાવને જોઈને લોકોને આ વિસ્તારમાથી પ્રવાસ ન કરવા અને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ હિંસામાં કોઈને પણ ગંભીર ઇજા થઈ હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી અને ઘટનાસ્થળે કાર્યવાહી (London Riots) કરવા માટે પૂછપરછ ચાલી રહી છે. લંડનના ગૃહ સચિવ યવેટ કૂપરે આ હિંસાની પર દુઃખ વ્યક્ત કરતાં ઘટનાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું “ગુરુવારે રાત્રે લીડ્સમાં પોલીસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનો પર હુમલાના આઘાતજનક દ્રશ્યોથી હું ચોંકી ગયો છું. આ પ્રકારની અવ્યવસ્થા માટે આપણા સમાજમાં કોઈ સ્થાન નથી.

આ સાથે વેસ્ટ યોર્કશાયરના મેયર (London Riots) ટ્રેસી બ્રેબિએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે હું લોકોને આ મામલે કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહેવાની અપીલ કરું છું. ગિપ્ટન અને હેરહિલ્સના લેબર કાઉન્સિલર સલમા આરિફે જણાવ્યું હતું કે આ ઘટના સામેલ લોકોની વંશીયતા અથવા ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી નથી.

great britain london international news england social media