25 May, 2025 07:36 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
એક્સ-રેને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ આગળ મૂકે છે અને જ્યાં ન્યુમોનિયા છે એ ભાગ હાઇલાઇટ થઈ જાય છે
ક્રિટિકલ કૅર અને સ્લીપ મેડિસિનમાં ૧૮ વર્ષનો અનુભવ ધરાવતા દુબઈના ફેફસાંના નિષ્ણાત ડૉ. મોહમ્મદ ફૌઝી કટ્રાન્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. એમાં તેઓ પહેલાં એક એક્સ-રે જોઈને કહે છે કે એમાં ફેફસાંના કયા ભાગમાં ન્યુમોનિયાનો ચેપ લાગ્યો છે. એ પછી તેઓ એ જ એક્સ-રેને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ આગળ મૂકે છે અને જ્યાં ન્યુમોનિયા છે એ ભાગ હાઇલાઇટ થઈ જાય છે. એ પછી ડૉક્ટર કહે છે, ‘તો એનો મતલબ એ કે હું મારી નોકરી ગુમાવી શકું એમ છું. એ વિચારવું બહુ ડરામણું છે કે જે સ્કિલ ડેવલપ કરવા અને એક્સ-રે જોઈને ન્યુમોનિયાનું નિદાન કરવામાં મને ૧૮ વર્ષ લાગ્યાં એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી પળવારમાં થઈ ગયું. તો હવે તમને આ એક્સ-રે વાંચવા માટે નિષ્ણાતની જરૂર નથી, તમે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વાપરી શકો છો. હું હવે બહુ જલદીથી મૅક્ડૉનલ્ડ્સમાં જૉબ માટે અપ્લાય કરવાનો છું. મને આશા છે કે ત્યાં કોઈ જગ્યા ખાલી હોય.’