✕

માઇક્રોસૉફ્ટના પ્રેસિડન્ટની સ્પષ્ટ ચેતવણીઃ આગામી મહિનાઓમાં ટેક્નૉલૉજી આઉટેજનું પ્રમાણ વધી શકે

24 November, 2026 12:29 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

આવનારા મહિનાઓ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે આ કોઈ એવી બાબત નથી જે માત્ર થોડાં અઠવાડિયાંમાં પૂરી થઈ જાય. હકીકતમાં અત્યારે સમગ્ર વિશ્વના ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.’

બ્રેડ સ્મિથ

અમેરિકામાં તાજેતરના દિવસોમાં વ્યાપક આઉટેજના કિસ્સા નોંધાયા બાદ હવે માઇક્રોસૉફ્ટના પ્રેસિડન્ટ અને વાઇસ ચૅરમેન બ્રેડ સ્મિથે ચેતવણી આપી છે કે આગામી મહિનાઓમાં વ્યાપક ટેક્નૉલૉજી આઉટેજનું જોખમ વધી શકે છે, કારણ કે સંસ્થાઓ સૉફ્ટવેર નબળાઈઓને સુધારવા જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરી રહી છે.

અમેરિકામાં તાજેતરમાં મોટી બૅન્કો, ઍરલાઇન્સ, ઍર ટ્રાફિક કંટ્રોલ અને માઇક્રોસૉફ્ટની પોતાની વૈશ્વિક ક્લાઉડ સેવાઓમાં વિક્ષેપ પડ્યો હતો. આ મુદ્દે એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે (AI) કમ્પ્યુટર કોડમાં નબળાઈઓ શોધવાનું ઝડપી બનાવ્યું છે. સાચું કહું તો આપણે આવનારા મહિનાઓ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે આ કોઈ એવી બાબત નથી જે માત્ર થોડાં અઠવાડિયાંમાં પૂરી થઈ જાય. હકીકતમાં અત્યારે સમગ્ર વિશ્વના ઇન્ફર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.’

microsoft technology news ai artificial intelligence united states of america international news news world news