ડોનલ્ડ ટ્રમ્પના શૂટરનો મોબાઇલ ફોન ફક્ત ૪૦ મિનિટમાં અનલૉક કર્યો FBIએ

20 July, 2024 01:05 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જો શૂટર પાસે નવો આઇફોન હોત તો એને અનલૉક કરી શકાયો ન હોત

ડોનલ્ડ ટ્રમ્પનો શૂટર

અમેરિકાની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા ડોનલ્ડ ટ્રમ્પના શૂટરનો સૅમસંગ મોબાઇલ ૪૦ મિનિટમાં અનલૉક કરવામાં આવ્યો હતો. હાલમાં આ ઇવેસ્ટિગેશનના રિપોર્ટ લીક થયા છે. એ મુજબ જો શૂટર પાસે નવો આઇફોન હોત તો એને અનલૉક કરી શકાયો ન હોત. FBI એ ઇઝરાયલી ડિજિટલ ફૉરેન્સિક ફર્મની મદદ લીધી હતી. આ કંપની પાસે જે ટેક્નૉલૉજી છે એ સૉફ્ટવેર હજી સુધી રિલીઝ કરવામાં નથી આવ્યું, પરંતુ એની મદદથી સૅમસંગનો મોબાઇલ અનલૉક કરવામાં આવ્યો હતો. આ સૉફ્ટવેર આઇફોનના નવા વર્ઝનને સપોર્ટ નથી કરતું. જો આ શૂટર આઇફોન-યુઝર હોત તો એ માટે FBIને ઘણી મુશ્કેલી પડી હોત. ઍપલ કંપની પણ મોટા ભાગે મોબાઇલ અનલૉક કરવામાં મદદ નથી કરી શકતી. કોર્ટનો ચુકાદો અથવા તો ઑર્ડર હોય ત્યારે તેઓ તેમનાથી બનતી મદદ કરે છે. જોકે સૅમસંગનો મોબાઇલ અનલૉક થયો હોવા છતાં FBIને હજી સુધી કોઈ ખાસ માહિતી નથી મળી.

international news world news donald trump united states of america life masala