રામનવમીના દિવસે નેપાલમાં બાલેન શાહનો રાજ્યાભિષેક

28 March, 2026 09:45 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

હિન્દુ-બૌદ્ધ સંસ્કૃતિના સંગમ સાથે થઈ શપથવિધિ, દેશના સૌથી યુવાન વડા પ્રધાન બન્યા પહેલાં રૅપ સૉન્ગ ગાઈને આપ્યો સંદેશ

બાલેન શાહ

નેપાલની રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટી (RSP)ના નેતા બાલેન શાહે શુક્રવારે બપોરે ૧૨.૩૪ વાગ્યે વડા પ્રધાનપદના શપથગ્રહણ કર્યા હતા. ૩૫ વર્ષના બાલેન શાહ નેપાલના સૌથી નાની વયના વડા પ્રધાન બન્યા છે. સોગંદ લીધા પહેલાં તેમણે રૅપ સૉન્ગ ગાઈને તેમનો પહેલો સંદેશો જાહેર કર્યો હતો જેમાં ભ્રષ્ટાચાર, સિસ્ટમમાં પરિવર્તન અને યુવાનોની ક્ષમતાઓનો ઉલ્લેખ કર્યો હતો.

શપથવિધિ પહેલાં હિન્દુ અને બૌદ્ધ પરંપરાઓનો સંગમ થયો હતો જેમાં ૭ બ્રાહ્મણોએ શંખનાદ કર્યો હતો, ૧૦૮ બટુક બ્રાહ્મણોએ વૈદિક સ્વસ્તિવાંચન કર્યું હતું અને ૧૦૮ બૌદ્ધ લામાઓએ બૌદ્ધ ધર્મના ગ્રંથોનું પઠન કર્યું હતું. 

nepal political news international news news