20 October, 2026 04:58 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
નેપાલે પ્રિયાગોલ્ડ બિસ્કિટની આયાત પર પ્રતિબંધ મૂક્યો
નેપાલી સરકારે સૂર્યા ફૂડ ઍન્ડ ઍગ્રો દ્વારા ઉત્પાદિત પ્રિયાગોલ્ડ બિસ્કિટનાં આયાત-વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ભારતના ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ગંભીર ખાદ્ય સુરક્ષા ઉલ્લંઘન વિશેની ચેતવણી બાદ લેવામાં આવ્યો હતો. FSSAIએ બિસ્કિટમાં પશુઓના ખોરાકના ભૂસાને એક ઘટક તરીકે ઓળખી કાઢ્યો જેના કારણે સૂર્યા ફૂડ ઍન્ડ ઍગ્રો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રાહકસુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઇમર્જન્સી બેઠકમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.