04 December, 2025 08:47 AM IST | China | Gujarati Mid-day Correspondent
રીયુઝેબલ રૉકેટ ZQ-3Y1
ચીનની પ્રતિષ્ઠિત પ્રાઇવેટ સ્પેસ કંપની લૅન્ડસ્પેસે ગઈ કાલે પહેલું રીયુઝેબલ રૉકેટ ZQ-3Y1 લૉન્ચ કર્યું હતું. રૉકેટ સફળતાથી ઑર્બિટ સુધી પહોંચી ગયું હતું, પરંતુ ફર્સ્ટ ફેઝ બૂસ્ટર લૅન્ડિંગ દરમ્યાન ખરાબ થઈ ગયું હતું અને ધરતી પર પાછું પટકાયું હતું અને એ દરમ્યાન ફાટી ગયું હતું. અમેરિકા એકમાત્ર દેશ છે જેની પાસે ઑર્બિટ ક્લાસ બૂસ્ટર છે જે ઑર્બિટ પર જઈને સફળતાપૂર્વક ધરતી પર પાછું આવી શકે છે.
ત્રણ એશિયન દેશોમાં પૂરે લીધો ૧૩૪૭ લોકોનો જીવ
ભારે વરસાદને કારણે છેલ્લા એક વીકમાં એશિયાના ૩ દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વરસાદ બંધ થયો હોવા છતાં ભૂમિગત નુકસાન એટલુંબધું છે કે પરિસ્થિતિ હજી પૂરી રીતે થાળે નથી પડી રહી. ઇન્ડોનેશિયામાં ૭૫૩, શ્રીલંકામાં ૪૧૦ અને થાઇલૅન્ડમાં ૧૮૧ લોકોના જીવ ગયા છે. મલેશિયામાં પણ વરસાદની અસરને કારણે ૪ મૃત્યુ થયાં હતાં. હજી ઇન્ડોનેશિયામાં ૬૫૦ લોકો મિસિંગ છે. પૂરને કારણે હજારો હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થયેલી હોવાથી રાહતકાર્ય પણ મુશ્કેલ થઈ ગયું છે.