16 February, 2026 10:11 AM IST | Munich | Gujarati Mid-day Correspondent
આ ઘટનાનો એક વિડિયો ઑનલાઇન શૅર થયો છે
પાકિસ્તાનના નેતાઓ અને અધિકારીઓ દુનિયાના મોટા કાર્યક્રમોમાં જાય ત્યારે કોઈક ને કોઈક રીતે બેઇજ્જતી કરાવતા રહેતા હોય છે. તાજેતરમાં જર્મનીના મ્યુનિક સુરક્ષા સંમેલનમાં ભાગ લેવા ગયેલા પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે શરમજનક પરિસ્થિતિમાં મુકાવું પડ્યું હતું. તેઓ મ્યુનિક સંમેલનમાં પહોંચ્યા ત્યારે પહેલાં સિક્યૉરિટી ગાર્ડે તેમને રોક્યા હતા અને તેમનું ઓળખપત્ર બતાવવાનું કહ્યું હતું. આ ઘટનાનો એક વિડિયો ઑનલાઇન શૅર થયો છે જેમાં કાર્યક્રમ-સ્થળ પર મોજૂદ સુરક્ષાદળની વ્યક્તિ આસિમ મુનીરને રોકીને કહે છે, સ્ટૉપ, તમારી આઇડી ક્યાં છે? આસિમ મુનીર સહેજ રોકાય છે અને સિક્યૉરિટી ગાર્ડ આર્મીની વરદી પર લાગેલી ઓળખ જોઈને તેમને જવા દે છે.