27 December, 2025 08:45 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનને પરાજિત કર્યા બાદ આ ઑપરેશનનો ડર એના મનમાંથી ગયો નથી અને તેથી એણે ભારતના ફરી હુમલા સામે વિચારવાનો સમય મળી રહે એ માટે લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ લગાવી છે. પાકિસ્તાને રાવલકોટ, કોટલી, ભીમબર સેક્ટરમાં નવા કાઉન્ટર અનમૅન્ડ એરિયલ સિસ્ટમ (C-UAS) લગાવી છે. કુલ ૩૦ ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ પાકિસ્તાને લગાવીને પોતાની ઍર સ્પેસને સુરક્ષિત કરી છે. આ સિસ્ટમ ૧૦ કિલોમીટરની રેન્જમાં આવતા ડ્રોનને ઓળખી શકે છે. જોકે આ સિસ્ટમ યુદ્ધ સમયે કેટલી કામ લાગે છે એ તો સમય આવ્યે ખબર પડશે.