12 March, 2026 09:11 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ
પોતાના દેશના સાથી અમેરિકા વિરુદ્ધ જઈને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને અભિનંદન આપતી પોસ્ટ શૅર કરી હતી. મોજતબા ખામેનેઈ વિશે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું માનતો નથી કે મોજતબા ખામેનેઈ શાંતિથી રહી શકશે.
પોતાની પોસ્ટમાં શાહબાઝ શરીફે લખ્યું હતું કે ‘ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના સુપ્રીમ લીડર તરીકેની જવાબદારીઓ સંભાળવા બદલ હું આયાતોલ્લા મોજતબા ખામેનેઈને અભિનંદન આપું છું. હું તેમના પિતા આયાતોલ્લા અલી ખામેનેઈ અને અન્ય પરિવારના સભ્યોની શહાદત પર પાકિસ્તાનના લોકો વતી ઊંડી સંવેદના અને પ્રાર્થના કરું છું. મને વિશ્વાસ છે કે નવા સુપ્રીમ લીડર આવનારાં વર્ષોમાં ઈરાનને શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફ દોરી જશે.’