12 November, 2026 07:29 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ નવ ઈરાનીઓને ડિપોર્ટ કરીને પાકિસ્તાન મોકલવાનો પ્લાન બનાવ્યો હતો જેમાં આ ઈરાનીઓને પાકિસ્તાનની સરહદથી ઈરાન મોકલવાની યોજના હતી, પણ આ નવ ઈરાનીઓને લઈને અમેરિકાથી આવી રહેલા પ્લેનને ઊતરવા દેવાનો પાકિસ્તાને ઇનકાર કરી દીધો હતો, પરિણામે આ પ્લેન ઊપડ્યાના માત્ર અડધા કલાકમાં પાછું વાળવાની અમેરિકાને ફરજ પડી હતી.
ઈરાન અને અફઘાનિસ્તાન જેવા જે દેશો સાથે અમેરિકાના સીધા રાજદ્વારી સંબંધો નથી ત્યાંના અમેરિકામાં રહેતા લોકોને ડિપોર્ટ કરવા માટે ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાન મારફત તેમનો દેશનિકાલ કરવાની યોજના બનાવી છે. પાકિસ્તાને અફઘાની લોકોને ઉતારવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ ઈરાનીઓ માટે ઇનકાર કરતાં અમેરિકાની યોજના ખોરવાઈ ગઈ છે.