29 June, 2025 06:31 AM IST | Pakistan | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન (Pakistan)માંથી ભયાવહ સમાચાર રહ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શનિવારે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં ઓછા 16 લોકો માર્યા ગયા છે અને એની સાથે 20 જેટલા અન્ય લોકો ઘાયલ થયા છે.
મૃતકોની વાત કરીએ તો તેમાં મોટાભાગના પાકિસ્તાની સૈનિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝિરિસ્તાન જિલ્લામાં બની હતી જ્યારે વિસ્ફોટકોથી ભરેલા રક વાહને પાકિસ્તાની સૈન્યના કાફલાને ટક્કર મારી હતી. વિસ્ફોટ બાદ કાફલાના અનેક વાહનોને નુકસાન થયું હતું. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ આત્મઘાતી હુમલા (Pakistan)માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. અને અન્ય ઘાયલ થયા છે. પ્રાપ્ત અહેવાલો સૂચવી રહ્યા છે કે આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકના બે મકાનોનાં છાપરા પણ તૂટી ગયાં હતા. જેમાં છ બાળકો હતા તે ઘાયલ થયા છે. હાલમાં આ ઘટના વિષેની તપાસ ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ જૂથ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે ખૈબર પખ્તુનખ્વામાં ઉત્તર વઝીરિસ્તાન અને તેની આસપાસનો જે વિસ્તાર આવેલ છે તે પાકિસ્તાની (Pakistan) સેના અને સરકાર માટે પડકારભર્યો રહે છે. તાજેતરમાં જ આ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર વારંવાર હુમલાઓની ઘટનાઓ બની છે.
અફઘાન સરહદની નજીક આવેલા આ વિસ્તારમાં આવા ઘણા જૂથો છે, જે પાકિસ્તાન સરકાર સામે લડે છે. અને વારંવાર હુમલાઓ કરે છે. પાકિસ્તાની સેનાએ આ જૂથોને ખતમ કરવા માટે ઘણી વખત સૈન્ય કાર્યવાહી કરી છે પરંતુ આ વિસ્તાર તેના માટે સુરક્ષિત નથી બની રહ્યો. ઘણીવાર પાકિસ્તાની દળો પર આ વિસ્તારમાં હુમલાઓ થતાં જ રહે છે.
આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે આ આત્મઘાતી વિસ્ફોટને કારણે બે મકાનોની છત પણ તૂટી પડી હતી, જેમાં છ બાળકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અહેવાલ મુજબ ઘાયલ થયેલા ચાર સૈનિકોની હાલત ગંભીર છે.
આ હુમલાનો દાવો પાકિસ્તાની તાલિબાનના એક જૂથહાફિઝ ગુલ બહાદુર સશસ્ત્ર જૂથની આત્મઘાતી બોમ્બર પાંખે કર્યો હતો. પાકિસ્તાને (Pakistan) અફઘાનિસ્તાનની સરહદે આવેલા તેના પ્રદેશોમાં સતત હિંસામાં વધારો થતો જ જોયો છે, ઈસ્લામાબાદે તેના પશ્ચિમી પાડોશી પર પાકિસ્તાન સામે હુમલા માટે તેની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો આરોપ મૂક્યો છે. જોકે તાલિબાન આ દાવાને નકારે છે.