07 March, 2026 10:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ટ્રમ્પની ઑફિસમાં અમેરિકાભરના લગભગ ૨૦ પાદરીઓ પહોંચ્યા હતા અને ટ્રમ્પને આશીર્વાદ આપ્યા હતા
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એમાં ડોનલ્ડ ટ્રમ્પ તેમની ઑફિસમાં પાદરીઓ વચ્ચે બેઠા છે. પાદરી ટ્રમ્પના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપી રહ્યા છે. ટ્રમ્પની ઑફિસમાં અમેરિકાભરના લગભગ ૨૦ પાદરીઓ પહોંચ્યા હતા અને ટ્રમ્પને આશીર્વાદ આપ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે ડોનલ્ડ ટ્રમ્પે ઑફિસમાં રાષ્ટ્રની સુરક્ષા માટે જાહેરમાં પ્રાર્થનાનું નેતૃત્વ કર્યું છે. લોકો સોશ્યલ મીડિયા પર આ વિડિયો શૅર કરી રહ્યા છે. વિડિયોમાં દેખાય છે કે ડોનલ્ડ ટ્રમ્પ તેમની ડેસ્ક પર આંખો બંધ કરીને બેઠા છે, જ્યારે તેમની આસપાસના પાદરીઓ ઊભા હતા અને પ્રાર્થના કરતા હતા.