કૉલેજની એક કૅન્ટીનમાં મૅનેજર જોઈએ છે: એ માટે PhD હોવું અનિવાર્ય

03 June, 2025 02:41 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનની સાઉથ-ઈસ્ટ યુનિવર્સિટીમાં કૅન્ટીનમાં મૅનેજરની જગ્યા માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ વિષયમાં PhD એટલે કે ડૉક્ટરેટની પદવી હાંસલ કર્યા પછી વ્યક્તિ કોઈ ઊંચા હોદ્દા પર કામ કરતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ ચીનમાં જાણે PhDની કોઈ કિંમત જ નથી. ચીનની સાઉથ-ઈસ્ટ યુનિવર્સિટીમાં કૅન્ટીનમાં મૅનેજરની જગ્યા માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી હતી. કૅન્ટીનમાં મૅનેજરની ભૂમિકામાં કામ કરવા માટે પણ આ યુનિવર્સિટીએ ઉમેદવાર પાસે PhDની ડિગ્રી માગી છે. આ મૅનેજરનું કામ રહેશે રોજ વિભિન્ન વાનગીઓનું મેનુ તૈયાર કરવાનું, કૅન્ટીન કૉન્ટ્રૅક્ટરને મૅનેજ કરવાનું, ફૂડ-સેફ્ટીનું ધ્યાન રાખવાનું અને જરૂરી ઍડ્‍મિનિસ્ટ્રેટિવ કામ કરવાનું. આ કામ માટે યુનિવર્સિટીએ ઉમેદવાર પાસેથી PhDની ડિગ્રીની આશા રાખી છે એ માટે લોકોમાં જબરો ગુસ્સો ફાટી નીકળ્યો છે. જો કોઈ વ્યક્તિ એક વિષયમાં ડૉક્ટરેટ સુધી ભણે છે તો શું એ પછી તેણે કૅન્ટીન સંભાળવાની છે?

international news world news china offbeat news