20 May, 2026 01:44 PM IST | Rome | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલી (Italy)ની રાજધાની રોમ (Rome) પહોંચી ગયા છે, જ્યાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni)એ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત (PM Modi Italy visit) દરમિયાન બંને નેતાઓ વચ્ચેની મિત્રતાને લઈને ઘણી ખાસ વાતો સામે આવી હતી, પરંતુ તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ક્ષણ એ રહી જ્યારે પીએમ મોદીએ મેલોનીને ભારતની ખૂબ જ લોકપ્રિય ટૉફી `મેલોડી` ભેટમાં (PM Narendra Modi gifts ‘Melody’ toffee to Italy PM Giorgia Meloni) આપી હતી. આ ખાસ ભેટના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.
ઇટલીના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને એક ખાસ ‘મેલોડી’ ટૉફી ભેટમાં આપી છે. મેલોનીએ આ અનોખી ભેટ માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો.
ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, પીએમ મોદી તેમના માટે ભેટ તરીકે ભારતની ખૂબ જ લોકપ્રિય ટૉફી `મેલોડી` લાવ્યા હતા. મેલોનીએ આ ટોફીના વખાણ કરતા તેને "ખૂબ જ, ખૂબ જ સરસ ટોફી" ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, “ભેટ માટે તમારો આભાર (Thank you for the gift).”
આ વીડિયો બંને નેતાઓ વચ્ચેની મજબૂત અને મૈત્રીપૂર્ણ કેમિસ્ટ્રીની વધુ એક ઝલક છે. ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભેટમાં આપવામાં આવેલી `મેલોડી` ટૉફીના વખાણ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા છે, જ્યાં પીએમ મેલોની સાથે તેમણે મુલાકાત કરી હતી.
આ દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, ‘ભારત અને ઇટલી વચ્ચેના સંબંધો હવે એક નિર્ણાયક વળાંક પર પહોંચી ગયા છે. બંને દેશોના આ સંબંધો માત્ર એક સૌહાર્દપૂર્ણ મિત્રતામાંથી વધુ વિકસિત થઈને હવે એક `ખાસ વ્યૂહાત્મક ભાગીદારી` (Special Strategic Partnership)માં બદલાઈ ગયા છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બંને નેતાઓએ ડિનર દરમિયાન અનેક મહત્વના વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ બંને નેતાઓએ રોમના ઐતિહાસિક અને વિશ્વપ્રસિદ્ધ `કોલોસિયમ` (Colosseum)ની પણ મુલાકાત લીધી હતી.