ઓમાનમાં નરેન્દ્ર મોદીએ કાનમાં ઇઅરરિંગ નહીં પણ રિયલ ટાઇમ ટ્રાન્સલેશન કરતું ડિવાઇસ પહેર્યું હતું

20 December, 2025 08:13 AM IST  |  Muscat | Gujarati Mid-day Correspondent

આ ડિવાઇસનો ઉપયોગ સામાન્ય રીતે મહત્ત્વપૂર્ણ રાજદ્વારી બેઠકો દરમ્યાન થાય છે

PM મોદીની ઓમાન-મુલાકાત વખતે તેમના ડાબા કાન પર એક નાની, ચળકતી બુટ્ટી જેવી વસ્તુ જોવા મળી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓમાન-મુલાકાત વખતે તેમના ડાબા કાન પર એક નાની, ચળકતી બુટ્ટી જેવી વસ્તુ જોવા મળી હતી જેને કારણે ઘણા લોકોએ આ શું છે એ વિશે રિસર્ચ શરૂ કરી દીધું હતું.

આ વસ્તુ ફૅશન-ઍક્સેસરી નહોતી. એ વાસ્તવમાં એક રિયલ-ટાઇમ ટ્રાન્સલેશન ડિવાઇસ હતું. આ ડિવાઇસનો ઉપયોગ સામાન્ય રીતે મહત્ત્વપૂર્ણ રાજદ્વારી બેઠકો દરમ્યાન થાય છે. જ્યારે વિવિધ ભાષાઓ સામેલ હોય ત્યારે એ નેતાઓને વાતચીતને તાત્કાલિક સમજવામાં મદદ કરે છે. નરેન્દ્ર મોદી ઍરપોર્ટ પર ઓમાનના નાયબ વડા પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સઈદને મળ્યા ત્યારે તેમણે આ ડિવાઇસ પહેર્યું હતું. અરબી ઓમાનની સત્તાવાર ભાષા હોવાથી આ ડિવાઇસે વાતચીત દરમ્યાન સરળ અને સ્પષ્ટ વાતચીત સુનિશ્ચિત કરવામાં મદદ કરી હતી.

narendra modi oman international news news world news india