10 July, 2025 10:46 AM IST | London | Gujarati Mid-day Correspondent
રિશી સુનકે
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઈ અને બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકે હવે નવી જૉબ શરૂ કરી છે. તેઓ હવે ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સાક્સ ગ્રુપમાં સિનિયર સલાહકારના પદ પર કામ કરશે. ગોલ્ડમૅન સાક્સના CEO ડેવિડ સોલોમને કહ્યું હતું કે ‘રિશી સુનક કંપનીના સિનિયર મૅનેજમેન્ટ સાથે મળીને વૈશ્વિક સ્તર પર ગ્રાહકોને સલાહ આપશે. ખાસ કરીને ભૂ-રાજનીતિક અને આર્થિક વિષયો પરના તેમના અનુભવ શૅર કરશે.’