અવકાશી સફર એટલે મારો સર્વશ્રેષ્ઠ દિવસ : જેફ બેઝોસ

21 July, 2021 11:57 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જેફ બેઝોસે ગઈ કાલે લગભગ ૧૦ મિનિટ સુધી પોતાના રૉકેટમાં બેસીને પોતાની ટીમ સાથે અવકાશની સફળ અને સલામતીપૂર્ણ સફર કરી હતી. તેઓ ટેક્સસના રણપ્રદેશમાં ઊતર્યા ત્યારે તેમના આનંદનો કોઈ પાર નહોતો.

વિશ્વના આ સૌથી શ્રીમંત વ્યક્તિ પોતાના રૉકેટમાં ટીમ સાથે ઐતિહાસિક મુસાફરી કરી આવ્યા

પૃથ્વી પરના સૌથી ધનિક અને અમેરિકાના જેફ બેઝોસે ગઈ કાલે લગભગ ૧૦ મિનિટ સુધી પોતાના રૉકેટમાં બેસીને પોતાની ટીમ સાથે અવકાશની સફળ અને સલામતીપૂર્ણ સફર કરી હતી. તેઓ ટેક્સસના રણપ્રદેશમાં ઊતર્યા ત્યારે તેમના આનંદનો કોઈ પાર નહોતો. તેમણે ત્યાં ઊભેલા પરિવારજનો, મહાનુભાવો અને અન્ય મહેમાનોને કહ્યું હતું કે ‘આ અવકાશી સફર અએટલે મારો સર્વશ્રેષ્ઠ દિવસ. આટલી ખુશી અને રોમાંચ અગાઉ મેં કદી અનુભવ્યાં નહોતાં.’
૫૭ વર્ષના બેઝોસ અને તેમની ટીમ અવકાશમાં કર્મન લાઇન ખાતે જઈને પાછાં આવ્યાં હતાં. તેમની બ્લુ ઓરિજિન્સનું રૉકેટ (ન્યુ શેફર્ડ કૅપ્સ્યૂલ) ૬૬.૫ માઇલ (૧૦૭ કિલોમીટર) ઊંચે ગયા બાદ સફળતાપૂર્વક પાછું આવ્યું હતું. તેમની ટીમમાં તેમના નાના ભાઈ માર્ક બેઝોસ અને મોટી ઉંમરનાં વૉલી ફન્ક નામનાં મહિલા ઍવિયેટર અને સૌથી યુવાન અવકાશયાત્રી ડચના નાગરિક ઑલિવર ડેમેનનો સમાવેશ હતો.

national news international news