કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત

26 April, 2026 07:12 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૪૪.૪ ડિગ્રી સાથે સૌથી હૉટેસ્ટ સુરેન્દ્રનગર : ૬ શહેરોમાં ગરમીનો પારો ૪૩ને પાર

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે તોબા પોકારી જવાય એવી કાળઝાળ ગરમીમાં ગુજરાત રીતસરનું શેકાઈ ગયું હતું. ૪૪.૪ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ગુજરાતનું સૌથી હૉટેસ્ટ સિટી બની ગયું હતું એટલું જ નહીં, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે ત્યારે ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જશે અને અમદાવાદમાં તો ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે.   

ગઈ કાલે ૬ શહેરોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો, જ્યારે ૧૨ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર ગયો હતો. ગઈ કાલે અમદાવાદમાં ૪૩.૮ ડિગ્રી, અમરેલીમાં ૪૩.૭, ભુજ અને રાજકોટમાં ૪૩.૩ તેમ જ ગાંધીનગરમાં ૪૩.૨, વડોદરામાં ૪૨.૫, ડીસામાં ૪૨.૪, વલ્લભવિદ્યાનગરમાં ૪૧.૯, ભાવનગરમાં ૪૧.૭, કેશોદમાં ૪૧.૩, સુરતમાં ૪૧.૨ અને કંડલામાં ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

gujarat news gujarat Weather Update indian meteorological department gandhinagar