સપ્તાહમાં કોવિડ કેસમાં ૫૫ ટકાનો થયો વધારો : વિશ્વ આરોગ્ય સંસ્થા

13 January, 2022 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે કોરોના વાઇરસના નવા કેસમાં ૫૫ ટકાનો વધારો થયો હતો.

વિશ્વ આરોગ્ય સંસ્થા

જીનિવા (એ.પી) : વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે કોરોના વાઇરસના નવા કેસમાં ૫૫ ટકાનો વધારો થયો હતો. જોકે મરણાંક યથાવત્ રહ્યો હતો. યુએન હેલ્થ એજન્સીના જણાવ્યા પ્રમાણે ગયા સપ્તાહે નવા ૧.૫ કરોડ કોરોના કેસ જોવા મળ્યા હતા તેમજ ૪૩,૦૦૦ મરણ નોંધાયાં હતાં. આફ્રિકાને બાદ કરતાં દરેક જગ્યાએ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. આફ્રિકામાં કેસમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એક જ સપ્તાહમાં કોરોનાના ૯૫ લાખ કેસ જોવા મળ્યા હતા, જેને કોરોનાની સુનામી સાથે સરખાવી શકાય. સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટની મહામારી પસાર થઈ ગઈ છે. પરિણામે પહેલી વખત નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.  

word news coronavirus world health organization