હજારો સુસાઇડ બૉમ્બર્સ હુમલા માટે તૈયાર છે, દુનિયા હલી જશે

12 January, 2026 01:28 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ઝેર ઓકતો ઑડિયો બહાર આવ્યો, કહ્યું...

મસૂદ અઝહર

પાકિસ્તાનમાં અડ્ડો જમાવીને બેઠેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે એક વાર ફરીથી સનસનાટી મચાવે એવો દાવો કર્યો છે. સંગઠનના સંસ્થાપક મૌલાના મસૂદ અઝહરના અવાજમાં એક નવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એ ઑડિયોમાં મસૂદ અઝહર કહે છે કે તેમની પાસે હજારો ફિદાયીન તૈયાર છે. 

યુનાઇટેડ નેશન્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર થયેલા મસૂદ અઝહરનો આ દાવો છે કે એક નહીં, ૧૦૦ નહીં, હજારો સુસાઇડ બૉમ્બર્સ હુમલો કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. જોકે આ ઑડિયોમાં તે જ છે એ વિશે હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઑડિયોમાં મસૂદ અઝહર કહે છે, ‘તેની પાસે એક-બે કે ૧૦૦ કે ૧૦૦૦ નહીં, એનાથીયે અનેકગણા વધુ ફિદાયીન છે. અસલી સંખ્યાનો ખુલાસો કરી દેવાથી આખી દુનિયા હલબલી જશે. આ હુમલાખોરોને કોઈ ભૌતિક પુરસ્કાર નથી જોઈતો. ન વીઝા, ન કોઈ વ્યક્તિગત લાભ. તેઓ માત્ર શહીદી ઇચ્છે છે.’

pakistan international news world news Crime News united nations bomb blast