14 March, 2026 12:18 PM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent
બેન્જામિન નેતન્યાહુ
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇઝરાયલે ઈરાનના પરમાણુ પ્રોજેક્ટને નિશાન બનાવ્યો હતો, જેમાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકનું મૃત્યુ થયું હતું.
એક પત્રકાર-પરિષદમાં બોલતાં ઇઝરાયલી વડા પ્રધાને પુષ્ટિ આપી હતી કે હુમલા દરમ્યાન માર્યા ગયેલા લોકોમાં ઘણા અગ્રણી વૈજ્ઞાનિકો પણ હતા. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘વેસ્ટ એશિયા યુદ્ધના ૧૪મા દિવસે ઇઝરાયલી હુમલામાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોનાં મૃત્યુ થયાં છે. અમે પરમાણુ પ્રોજેક્ટને નિશાન બનાવ્યો હતો જેમાં વરિષ્ઠ ઈરાની વૈજ્ઞાનિકો પર જીવલેણ હુમલો પણ સામેલ છે. તેઓ જ હતા જેમણે અમને નષ્ટ કરવાના હેતુથી પરમાણુ બૉમ્બના વિકાસનું નેતૃત્વ કર્યું હતું. તેઓ હવે રહ્યા નથી.’