ટ્રમ્પનો મોટો ધમાકો: હવે નવો મોબાઇલ ફોન કર્યો લૉન્ચ, આખરે શું કરવાનો છે પ્લાન?

17 June, 2025 06:46 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Trump launches new phone brand: ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની કંપની `ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન` એ સોમવારે પોતાનું મોબાઇલ નેટવર્ક લૉન્ચ કરીને ટેલિકોમ સેક્ટરમાં મોટી એન્ટ્રી કરી છે. આ સેવાનું નામ `ટ્રમ્પ મોબાઇલ` છે, જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે.

ડોનલ્ડ ટ્રમ્પ અને T1 ફોન (તસવીર સૌજન્ય: મિડ-ડે, સોશિયલ મીડિયા)

ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની કંપની `ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન` (Trump Organisation)એ સોમવારે પોતાનું મોબાઇલ નેટવર્ક લૉન્ચ કરીને ટેલિકોમ સેક્ટરમાં મોટી એન્ટ્રી કરી છે. આ સેવાનું નામ `ટ્રમ્પ મોબાઇલ` છે, જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે. આ સાથે, કંપનીએ 499 ડૉલર (લગભગ ₹41,500) ની કિંમતનો સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ સેવા ટ્રમ્પ બ્રાન્ડના નામે રાજકારણ અને વ્યવસાયના સંયોજનનું બીજું ઉદાહરણ છે. કંપનીએ આ વાયરલેસ સેવા અને સ્માર્ટફોન ટ્રમ્પ સમર્થકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યા છે, જેઓ મોટી ટેલિકોમ કંપનીઓનો વિકલ્પ શોધે છે.

ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન સોમવારે એક નવો વ્યવસાય શરૂ કરીને ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ્યું છે. આ નવા બ્રાન્ડનું નામ `ટ્રમ્પ મોબાઇલ` છે, જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે.

શું હશે કિમત?
માસિક યોજનાની કિંમત અંદાજે 47.45 ડૉલર ( 3,950 રૂ.) હશે. આ યોજના હેઠળ ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ, મેસેજિસ(Unlimited Calls, Messages) અને ડેટાની સુવિધા મળશે. યોજના સાથે રોડસાઈડ સહાય અને ટેલિહેલ્થ તથા ફાર્મસી લાભો પણ ઉપલબ્ધ રહેશે. આ યોજનાને `ધ 47 પ્લાન` (The 47 Plan) તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉદ્દેશ ટ્રમ્પના 47મા રાષ્ટ્રપતિ બનવાના સંકેત તરીકે છે.

T1 સ્માર્ટફોન વિશે માહિતી
T1 નામના સ્માર્ટફોનની કિંમત 499 ડૉલર (અંદાજે 41,500 રૂ.) છે. તેમાં ગોલ્ડન મેટલ બોડી છે, જેના ઉપર અમેરિકાના ધ્વજની કોતરણી કરવામાં આવી છે. સ્ક્રીનશોટમાં ટ્રમ્પનું પ્રખ્યાત સૂત્ર `Make America Great Again` પણ જોવા મળશે. કંપનીનો દાવો છે કે આ ફોન અમેરિકામાં બનેલો કે `મેડ ઇન અમેરિકા` સ્માર્ટફોન છે.

યુએસ માર્કેટમાં `દેશભક્તિનો ઑપ્શન`
ટ્રમ્પ મોબાઇલ ખાસ કરીને રૂઢિચુસ્ત અમેરિકન ગ્રાહકો માટે રચાયેલ છે જેઓ મુખ્ય પ્રવાહની ટેલિકોમ કંપનીઓનો વિકલ્પ શોધી રહ્યા છે.

ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશનની રણનીતિ
ટ્રમ્પની કંપની રિયલ એસ્ટેટ, હૉટલ અને ગૉલ્ફ રિસોર્ટ માટે જાણીતી છે. હવે તે ડિજિટલ મીડિયા (Digital Media), ક્રિપ્ટોકરન્સી (Crypto Currency) અને ટેલિકોમ (Telecom)માં પણ વિસ્તરણ કરી રહી છે. ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશનનો દાવો છે કે તેનો કસ્ટમર સપોર્ટ અને મેનુફેકચરિન્ગ બંને અમેરિકામાં જ થશે.

પરંતુ ચિંતાઓ હજી પણ છે
જો કે કંપની હવે ટ્રમ્પના બાળકો દ્વારા ચલાવવામાં આવે છે, તેમ છતાં કોનફિકટ ઑફ ઇન્ટ્રસ્ટ (Conflict of Interest) જેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન જોવા મળ્યા હતા.

એકંદરે, ટ્રમ્પ મોબાઇલ અને T1 ફોન ટ્રમ્પ બ્રાન્ડ માટે એક વ્યૂહાત્મક પગલું છે , જ્યાં તેઓ પોતાની રાજકીય ઓળખને વ્યવસાયિક ફાયદામાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નવું મોબાઇલ નેટવર્ક અને ફોન યુએસ માર્કેટમાં કેટલો પ્રભાવ પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

donald trump united states of america us president technology news tech news social media international news news