19 April, 2025 03:28 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની, ડોનલ્ડ ટ્રમ્પન
અમેરિકાએ ટૅરિફ લગાવ્યા બાદ દુનિયાભરના નેતાઓ અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે એમાં ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ પણ ગઈ કાલે વાઇટ હાઉસની મુલાકાત લીધી હતી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળ્યાં હતાં. આ મુલાકાત વખતે ટ્રમ્પે મેલોનીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ‘મને તેઓ ખૂબ ગમે છે. તેઓ ખૂબ જ ખાસ વ્યક્તિ છે અને મિત્ર છે. તેઓ પોતાના દેશમાં શાનદાર કામ કરી રહ્યાં છે. તેમણે યુરોપમાં તોફાન મચાવી દીધું છે. મને લાગે છે કે તેઓ મહાન વડાં પ્રધાન છે, મને તેમના પર ગર્વ છે.’
મેલોનીએ ટ્રમ્પને રોમ આવવા માટે આમંત્રણ આપ્યું હતું જે તેમણે સહર્ષ સ્વીકાર્યું છે. તેઓ નજીકના ભવિષ્યમાં રોમની મુલાકાત લેશે.