28 December, 2025 07:55 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ન્યુ યૉર્કમાં ટાઇમ્સ સ્ક્વેર પરથી બરફ હટાવી રહેલા વર્કર્સ
અમેરિકામાં વેકેશન દરમ્યાન ફરવા નીકળી પડેલા લોકોને ખરાબ મોસમને કારણે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાના બરફીલા તોફાનને કારણે અમેરિકાની વિવિધ ઍરલાઇન્સે શુક્રવાર સાંજથી શનિવારે બપોર સુધીમાં ૨૧૦૦ ફ્લાઇટ્સ કૅન્સલ કરવી પડી હતી. એક તરફ બરફવર્ષા તો બીજી તરફ કૅલિફૉર્નિયામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. ન્યુ યૉર્કમાં ૧૦ ઇંચ બરફ પડ્યો હતો જે છેલ્લાં ૪ વર્ષની સૌથી વધુ એક દિવસમાં પડેલી બરફવર્ષા હતી. ભયંકર ઠંડી અને આર્કટિક મહાસાગરના ઠંડા તીવ્ર પવનને કારણે ૫૯૦૦થી વધુ ફ્લાઇટ્સ લેટ થઈ હતી.