UAE તેલનું પેમેન્ટ ચીની યુઆનમાં કરવાનું વિચારી રહ્યું છે એનાથી ડૉલરને પડશે ફટકો?

21 April, 2026 10:53 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ આરબ એમિરેટ્સના અધિકારીઓનું કહેવું છે કે ડૉલરની કમી ઊભી થશે તો એમણે યુઆન અથવા તો અન્ય દેશના ચલણમાં તેલનો વેપાર કરવો પડશે

પ્રતીકાત્મક તસવીર

ધ વૉલ સ્ટ્રીટ જર્નલે અમેરિકાના અધિકારીઓના માધ્યમથી રિપોર્ટ જાહેર કર્યો હતો કે જો ફારસની ખાડીમાં ઈરાન સાથેનું યુદ્ધ હજી વધુ ભડકશે તો ડૉલરની લિક્વિડિટી ઘટશે. આ મામલે યુનાઇટેડ આરબ એમિરેટ્સ પોતાની ઇકૉનૉમીને બચાવવા માટે એક સંભવિત ‘ફાઇનૅન્શિયલ સેફ્ટી નેટ’ વાપરવા વિશે અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે. UAEની સેન્ટ્રલ બૅન્કના ગવર્નર ખાલિદ મોહમ્મદ બલામાએ ગયા અઠવાડિયે વૉશિંગ્ટનના ટ્રેઝર સેક્રેટરી સ્કૉટ બેસેન્ટ અને ફેડરલ રિઝર્વના અધિકારીઓ સાથે મીટિંગ કરીને એ દરમ્યાન કરન્સી-સ્વૉપ કરવાનો વિચાર મૂક્યો હતો.

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે UAEએ આ પ્રસ્તાવ માત્ર સેફ્ટીના દૃષ્ટિકોણથી રજૂ કર્યો છે. જોકે હજી સુધી આવાં કોઈ ગંભીર આર્થિક પરિણામો આવે એવી સંભાવના નથી. જો હાલત વધુ બગડે તો UAEને ફાઇનૅન્શિયલ મદદની જરૂર પડી શકે છે.

UAEમાં યુદ્ધને કારણે ઇકૉનૉમીને ખૂબ નુકસાન થયું છે. ગ્લોબલ ફાઇનૅન્શિયલ હબ તરીકે એમની સ્થિતિ નબળી પડી રહી છે. 

international news world news united states of america oil prices petroleum china middle east crisis