17 May, 2025 02:03 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં પ્રસ્તાવિત ‘ધ વન બિગ બ્યુટિફુલ બિલ’માં બિનઅમેરિકન નાગરિકો દ્વારા વિદેશમાં મોકલવામાં આવતાં નાણાં પર પાંચ ટકા કર લાદવાની જોગવાઈ છે. આનાથી અમેરિકામાં રહેતા ભારતીયો પર અસર પડશે, જેઓ ભારતમાં પોતાનાં માતા-પિતા અથવા પરિવારને પૈસા મોકલે છે. જો આ બિલ પસાર થશે તો એની અસર H-1B, F-1 વીઝાધારકો, ગ્રીન કાર્ડધારકો અને ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને થશે. વેસ્ટર્ન યુનિયન, પે-પાલ અથવા બૅન્ક દ્વારા કરવામાં આવતા ટ્રાન્સફર સમયે ટૅક્સ કાપવામાં આવશે. આના કારણે ભારતીય ઇમિગ્રન્ટ્સને લગભગ ૧૩,૮૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ટૅક્સ ચૂકવવો પડી શકે છે.