Digital Service Tax: અમેરિકાએ ભારત સહિત 6 દેશને આપી રાહત

03 June, 2021 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત, આસ્ટ્રિયા, ઇટલી, સ્પેન, ટર્કી અને બ્રિટેને ઇ-કૉમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાગૂ પાડ્યો છે. યૂનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ (USTR)કેથરીન ટાઇએ આ સંબંધે માહિતી આપી.

જૉ બાઇડન (ફાઇલ ફોટો)

અમેરિકાએ ભારત સહિત છ દેશી તરફથી ઇક્વલાઇઝેશન લેવી/ ડિજિટલ સર્વિસેસ ટેક્સના પગલાંને બદલે અતિરિક્ત ટેરિફ લાગૂ પાડવાનો નિર્ણય સસ્પેન્ડ કરી દીધો. બુધવારે જ અમેરિકાએ ટેરિફ લાગૂ પાડવાની વાત કરી હતી. ભારત, આસ્ટ્રિયા, ઇટલી, સ્પેન, ટર્કી અને બ્રિટેને ઇ-કૉમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાગૂ પાડ્યો છે. યૂનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ (USTR)કેથરીન ટાઇએ આ સંબંધે માહિતી આપી.

USTR તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું, "આ સંબંધે તપાસ પછી આ દેશોમાંથી આવનારી અમુક વસ્તુઓ પર અતિરિક્ત ટેરિફનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આને 180 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જેથી ઓઇસીડી અને જી20માં આંતરરાષ્ટ્ર કરાધાનને લઈને ચાલતી બહુપક્ષીય ચર્ચા પૂરી કરવાનો સમય મળી શકે."

ડિજિટલ સર્વિસ ટેક્સ લાગૂ પાડવા મામલે યૂએસટીઆરે ગયા વર્ષે માર્ચમાં આકરા પગલા લેવાની ભલામણ કરી હતી. આમાં ભારત પાસેથી ખરીદવામાં આવતી વસ્તુઓ પર 25 ટકા સુધીની ટેરિફ લાગૂ પાડવાની ભલામણ હતી. કેથરીને કહ્યું કે અમેરિકા ડિજિટલ સર્વિસેસ ટેક્સ પર પોતાની ચિંતાઓ સહિત આંતરરાષ્ટ્રીય કરાધાન સાથે સંબંધિત મુદ્દાને લઈને એક બહુપક્ષીય સમાધાન શોધવા પર ફોકસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "અમેરિકા ઓઇસીડી અને જી20ની પ્રક્રિયાઓના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ટેક્સના મુદ્દે સામાન્ય સહેમતિ સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છીએ. અતિરિક્ત ટેરિફ સસ્પેન્ડ કરવાના નિર્ણયથી વાતચીત માટે સમય મળશે." બે જૂન, 2020ના યૂએસટીઆરે ડિજિટલ સર્વિસેસ ટેક્સ લાવીને તપાસ શરૂ કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તપાસ પછી યૂએસટીઆરએ કહ્યું હતું કે આ દેશો તરફથી લેવામાં આવેલા પગલા અમેરિકાથી ભેદભાવ કરનારા છે આંતરરરાષ્ટ્રીય કરાધાનના સિદ્ધાંતો વિરુદ્ધ છે.

international news national news america india