કોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા

29 November, 2021 01:18 PM IST  |  Washington | Agency

સાઉથ આફ્રિકામાંથી જતા રહેવા માટે ગિરદી

સાઉથ આફ્રિકામાં નવા વેરિઅન્ટના કેસ આવ્યા બાદ અહીંથી બીજા દેશોમાં જનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જોહનિસબર્ગમાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઓવરસીઝ ફ્લાઇટ માટે લાઇનમાં ઊભા રહેલા લોકો.

અમેરિકાએ કોરોનાના ઑમિક્રૉન નામના નવા વેરિઅન્ટની ઝડપથી ઓળખ કરીને દુનિયા સાથે એની માહિતી શૅર કરવા બદલ સાઉથ આફ્રિકાની પ્રશંસા કરી હતી. અમેરિકા દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસા વાસ્તવમાં પરોક્ષ રીતે ચીનને એક તમાચો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેમ કે ચીને કોરોનાની શરૂઆતના ન્યુઝ છુપાવ્યા હતા. એટલું જ નહીં દુનિયાને એની યોગ્ય માહિતી પણ નહોતી આપી. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને સાઉથ આફ્રિકાના ઇન્ટરનૅશનલ રિલેશન્સ અૅન્ડ કો-ઑપરેશન મિનિસ્ટર નલેદી પંડોરની સાથે વાતચીત કરી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘બ્લિન્કને ઑમિક્રૉન વેરિઅન્ટની ઝડપથી ઓળખ કરવા બદલ સાઉથ આફ્રિકાના સાયન્ટિસ્ટ્સની તેમ જ આ માહિતી દુનિયાને આપવામાં પારદ​ર્શિતા દાખવવા બદલ સાઉથ આફ્રિકાની સરકારની પ્રશંસા કરી હતી. દુનિયા માટે આ એક મોડેલ હોવું જોઈએ.’ આ પહેલાં ડોનલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં અને હવે પ્રેસિડન્ટ જો બિડેનના શાસનમાં, અમેરિકા કોરોનાના મૂળ વિશેની હકીકત ન જણાવવા બદલ ચીનની અવારનવાર ટીકા કરી રહ્યું છે. 

સાઉથ આફ્રિકામાંથી જતા રહેવા માટે ગિરદી

સાઉથ આફ્રિકામાં નવા વેરિઅન્ટના કેસ આવ્યા બાદ અહીંથી બીજા દેશોમાં જનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જોહનિસબર્ગમાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઓવરસીઝ ફ્લાઇટ માટે લાઇનમાં ઊભા રહેલા લોકો.            

united states of america china south africa