25 May, 2025 08:55 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશની બહાર બનેલા તમામ સ્માર્ટફોન પર ટૂંક સમયમાં ૨૫ ટકા ટૅરિફ લાદવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં ઍપલના આઇફોન તેમ જ સૅમસંગ અને અન્ય કંપનીઓનાં ઉપકરણોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું હતું કે ‘જો આ સ્માર્ટફોનનું ઉત્પાદન અમેરિકામાં જ થશે તો કોઈ ટૅરિફ નહીં લાગે. એ જ સમયે જો આનું ઉત્પાદન બહાર કરવામાં આવશે અને અમેરિકામાં વેચવામાં આવશે તો ટૅરિફ ચૂકવવી પડશે. આ નીતિ ફક્ત ઍપલને અસર કરશે એવું નથી, એ એના કરતાં ઘણી વધુ વ્યાપક હશે.’
જોકે ઍપલે તાજેતરમાં કહ્યું છે કે ભારતમાં એની રોકાણયોજનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, ભારતમાં આઇફોનના પ્રોડક્શનથી કંપનીને ઘણો ફાયદો થશે એટલા માટે કંપની રાજકીય દબાણમાં કોઈ નિર્ણય નહીં લે.