અરેરેરે! પ્લૅનમાં બીજા મુસાફર સાથે બોલાચાલી થઈ એમાં તો આ ભાઈએ ગળું દબાવ્યું, પછી....

04 July, 2025 10:11 AM IST  |  Miami | Gujarati Mid-day Online Correspondent

Viral Video: મિયામી જતી ફ્લાઇટમાં મુસાફર પર હુમલો કરવાના આરોપમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી; ૨૧ વર્ષીય ઇશાન શર્મા અને ૩૦ વર્ષીય કીનુ ઇવાન્સ ફ્લાઇટ દરમિયાન ઝઘડો કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તાજેતરમાં ફ્લાઇટમાં બે મુસાફરો વચ્ચે થયેલા ઝઘડાનો એક વીડિયો સોશ્યલ મીડિયા (Social Media)માં ખુબ વાયરલ (Viral Video) થયો છે. અમેરિકા (America)ની ફ્લાઇટમાં થયેલા આ ઝઘડામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.

ફિલાડેલ્ફિયા (Philadelphia)થી મિયામી (Miami) જતી ફ્લાઇટ દરમિયાન બાજુમાં બેઠેલા મુસાફર પર હુમલો કરવા બદલ ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં ૩૦ જૂનના રોજ ફ્રન્ટિયર એરલાઇન્સ (Frontier Airlines)ની ફ્લાઇટ દરમિયાન નેવાર્ક (Newark)ના રહેવાસી ૨૧ વર્ષીય ઇશાન શર્મા અને કીનુ ઇવાન્સ વચ્ચે ઝઘડો થતો જોવા મળે છે. વાયરલ ક્લિપમાં ઇશાન શર્મા અને ઇવાન્સ એકબીજાનું ગળું પકડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, જ્યારે સાથી મુસાફરો તેમને રોકવાનું કહેતા હતા.

ઇવાન્સે પોલીસને જણાવ્યું હતું કે, હુમલો કોઈ કારણ વગર હતો અને તે ત્યારે થયો જ્યારે ઇશાન શર્મા કથિત રીતે તેની પાસે આવ્યો અને તેની સીટ પર પાછો ફરતો હતો ત્યારે તેની ગરદન પકડી લીધી.

ઇવાન્સ ઇશાન શર્માથી એક સીટ આગળ બેઠો હતો. તેણે ન્યૂઝ એજન્સીને કહ્યું, ‘તે (ઇશાન) `હા હા હા હા` જેવું કાળું હાસ્ય કરી રહ્યો હતો અને તે `તુચ્છ, નશ્વર માણસ, જો તું મને પડકારશે, તો તારું મૃત્યુ થશે` જેવી વાતો કહી રહ્યો હતો.’

ઇવાન્સે દાવો કર્યો હતો કે, તે પછી વોશરૂમ જવા માટે પોતાની સીટ છોડીને ગયો અને ફ્લાઇટ એટેન્ડન્ટને ઇશાન શર્મા વિશે કહ્યું. ફ્લાઇટ એટેન્ડન્ટે તેને કહ્યું કે, જો આવું ચાલુ રહે તો હેલ્પ બટન દબાવો.

વધુમાં ઇવાન્સે કહ્યું કે, ‘જ્યારે શર્મા તેને મારી નાખવાની ધમકી આપતો રહ્યો ત્યારે તેણે બટન દબાવ્યું. ખબર છે, તે મારી સામે ખૂબ ગુસ્સાથી જોઈ રહ્યો હતો અને અમે એકબીજાની આંખોમાં, કપાળથી કપાળ ટચ થઈ ગયા હતા, અને પછી તેણે મને ગળું પકડીને ગૂંગળાવી નાખવાનું શરૂ કર્યું. તે જ ક્ષણે, ખબર પડી જાય કે ઝઘડો થઈ રહ્યો છે. હું ફ્લાઇટમાં એક ચુસ્ત, બંધ જગ્યામાં છું, અને હું ફક્ત મારો બચાવ કરી શકું છું.’

ફ્લાઇટના ઉતરાણ સમયે ઇશાન શર્માને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેના પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મંગળવારે કોર્ટમાં હાજરી દરમિયાન, ઇશાન શર્માના વકીલે દાવો કર્યો હતો કે આ ઘટના એટલા માટે શરૂ થઈ કારણ કે તે ધ્યાન કરી રહ્યો હતો. એક સમાચાર આઉટલેટ અનુસાર, તેના વકીલે કહ્યું, ‘મારા ક્લાયન્ટ એવા ધર્મના છે જ્યાં તે ધ્યાન કરી રહ્યો હતો. કમનસીબે, તેની પાછળના મુસાફરને તે ગમ્યું નહીં. એમાં આ બધી બબાલ થઈ હતી.’

miami philadelphia united states of america international news news viral videos