મુંબઈ સ્થિત ડોમિનોઝના આ આઉટલેટના ઑવનમાં રખડતો જોવા મળ્યો ઉંદર, વાયરલ વીડિયોમાં દાવો

26 April, 2024 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સામાજિક કાર્યકર્તાએ એક્સ પરની તેમની પોસ્ટમાં ખાદ્ય વિભાગને પણ ટેગ કર્યા અને વિભાગને આઉટલેટ (Viral Video Claim) સામે પગલાં લેવા કહ્યું હતું

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝર દ્વારા પ્રસારિત કરવામાં આવેલ એક વીડિયો (Viral Video Claim)માં દાવો કરવામાં આવ્યો હતો કે, મુંબઈના ભાયખલા સ્થિત ક્લેર રોડ પર આવેલા ડોમિનોઝના આઉટલેટમાં પિત્ઝા ઓવનમાં ઊંદર દોડતો જોવા મળ્યો હતો. વીડિયો (Viral Video Claim) અપલોડ કરનાર યુઝર પોતાની ઓળખ અસલમ મર્ચન્ટ તરીકે આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરનો તેમના બાયો મુજબ તે મુંબઈમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા છે અને સામાજિક કાર્યકર્તા પણ છે.

સામાજિક કાર્યકર્તાએ એક્સ પરની તેમની પોસ્ટમાં ખાદ્ય વિભાગને પણ ટેગ કર્યા અને વિભાગને આઉટલેટ (Viral Video Claim) સામે પગલાં લેવા કહ્યું હતું. તેમણે તેમની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે ખાદ્ય વિભાગ ઘણીવાર નાના આઉટલેટ્સ સામે ઝડપથી કાર્યવાહી કરે છે, પરંતુ જ્યારે મોટા નામો સામે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે આંખ આડા કાન કરે છે. જોકે, વીડિયો ચોક્કસપણે બ્લર છે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આ ક્લિપની અધિકૃતતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલા દાવાની ખાતરી કરતું નથી.

યુઝરે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “@dominos_india @dominos @mybmcWardE @CPMumbaiPolice ભાયખલા આઉટલેટ, ક્લેર રોડ ખાતે પિત્ઝા ઑવનમાં ઉંદર રખડે છે. ઘૃણાસ્પદ ક્ષણ.”

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયાને ટેગ કરી વ્યક્તિએ એક્સ પરની તેની પોસ્ટમાં આગળ કહ્યું કે, “@FDA_MAHARASHTRA @fssaiindia @mybmc હવે શું તમે કૉર્પોરેટ ચેઇન્સ પર પગલાં લેશો અને તેને સીલ કરશો અથવા નિયમો અને સ્વચ્છતા ફક્ત નાના રેસ્ટોરન્ટ્સ માટે છે જે બધે પહોંચી વળવા અને હજુ પણ અત્યંત સ્વચ્છતા જાળવવાનો પ્રયત્ન કરે છે.”

ભાયખલાના ક્લેર રોડ પર ડોમિનોઝ આઉટલેટ અસ્વચ્છ હોવાના દાવા સાથે વીડિયો પોસ્ટ કરનાર હેન્ડલે એવો પણ દાવો કર્યો હતો કે, આ વીડિયો 18 માર્ચ, 2024નો છે. તેણે એક ફૈઝલ નામની વ્યક્તિને ટેગ પણ કરી હતી અને તેને શ્રેય આપ્યો. આ સમાચાર પ્રકાશિત થયા ત્યાં સુધીમાં દાવાઓ અંગે પ્રખ્યાત પિત્ઝા ચેઇન દ્વારા કોઈ નિવેદન કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.

 

byculla viral videos mumbai mumbai news