મોદી-મેલોનીની જોડી ફરી ચર્ચામાં! G7 સમિટમાં ઇટલીના પીએમ બોલ્યા, ‘આપણે ફેમસ કપલ...’

17 June, 2026 09:40 AM IST  |  Paris | Gujarati Mid-day Online Correspondent

We are most famous couple on Instagram: G-7 સમિટમાં નેતાઓ ગ્રુપ ફોટો માટે ભેગા થયા ત્યારે જ્યોર્જિયા મેલોની અને પીએમ નરેન્દ્ર મોદી એકબીજાનું ઉષ્માભર્યું અભિવાદન કરતા જોવા મળ્યા ત્યારે ઇટલીના પીએમે મોદીને જે કહ્યું તે અત્યારે ખુબ ચર્ચામાં છે

ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં G7 સમિટમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

ફ્રાન્સ (France)ના એવિયન-લે-બેન્સ (Evian-les-Bains) ખાતે મંગળવારે જી૭ (G7) દેશોના નેતાઓ વૈશ્વિક પડકારો, યુક્રેનને સમર્થન અને અમેરિકા-ઈરાન વચ્ચે થયેલી ઐતિહાસિક શાંતિ સમજૂતી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકત્રિત (G7 Summit 2026) થયા હતા. આ વૈશ્વિક મહાસંમેલન વચ્ચે, ભારત (India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ઇટલી (Italy)ના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) વચ્ચેની ટૂંકી મુલાકાતે સોશિયલ મીડિયા (Social Media) પર ભારે આકર્ષણ જમાવ્યું છે અને ઇન્ટરનેટ પર ફરી એકવાર `Melodi` (મેલોડી) ટ્રેન્ડ પાછો ફર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ કપલ

સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Videos) થઈ રહેલા એક વીડિયોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સહિતના અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ગ્રૂપ ફોટો માટે લાઇનઅપ થતા પહેલાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પીએમ નરેન્દ્ર મોદી એકબીજાનું અભિવાદન કરતા અને હાથ મિલાવતા જોવા મળે છે. વીડિયોમાં ઓડિયો બહુ સ્પષ્ટ નથી, પરંતુ પીએમ મોદી જ્યોર્જિયા મેલોની સાથે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા વિશે વાત કરી રહ્યા હોવાનું જણાય છે. આના જવાબમાં (We are most famous couple on Instagram) ઇટાલીના વડાપ્રધાને હસતા હસતા કહ્યું, "હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પ્રખ્યાત કપલ છીએ."