ચાર મહિનાથી આ રોબો પ્રૅક્ટિસ કરે છે, કાલે બીજિંગમાં દોડશે પહેલી હાફ મૅરથૉન

19 April, 2025 07:01 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

આમ તો આ મૅરથૉન ગયા અઠવાડિયે થવાની હતી, પરંતુ તમામ રોબોની તાલીમ પૂરી થઈ ન હોવાથી એક વીક માટે પાછળ ઠેલાઈ હતી.

રોબોટ

આવતી કાલે એટલે કે ૧૯ એપ્રિલે ચીનના બીજિંગ શહેરમાં વિશ્વની સૌપ્રથમ હ્યુમનૉઇડ રોબોઝની હાફ મૅરથૉન યોજાવાની છે. આ એવા રોબો છે જે માણસ જેવા દેખાય છે અને માણસ જેવાં જ કામ કરવા માટે એની રચના થઈ છે. ચીનમાંથી આવા ૨૦ રોબોની ટીમ હાફ મૅરથૉનમાં ભાગ લેવાની છે. આ મૅરથૉનના આયોજક મિસ્ટર લિઆંગનું કહેવું છે કે આ મૅરથૉન એ માત્ર રેસ નથી; એ રોબોઝની સહનશક્તિ, સ્થિરતા, કમ્યુનિકેશન સિસ્ટમ, બૅટરી મૅનેજમેન્ટ અને બહારના સતત બદલાતા વાતાવરણમાં અનુકૂળ થવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનું પ્લૅટફૉર્મ છે. જેમ માણસને હાફ મૅરથૉન દોડવા માટે તાલીમની જરૂર પડે છે એમ આ રોબોને પણ છેલ્લા ચાર મહિનાથી તાલીમ અપાઈ રહી છે. આમ તો આ મૅરથૉન ગયા અઠવાડિયે થવાની હતી, પરંતુ તમામ રોબોની તાલીમ પૂરી થઈ ન હોવાથી એક વીક માટે પાછળ ઠેલાઈ હતી. 

international news world news china tech news technology news beijing