✕

‌વિદ્યા‌વિહારના નવા ‌બ્રિજને કોનું નામ આપવું? ‌રિયલ હીરોનું કે રીલ હીરોનું?

18 October, 2026 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં BJPના વિધાનસભ્ય પરાગ શાહે આ બ્રિજને flydubaiની ફ્લાઇટમાં કટ્ટરવાદી કો-પાઇલટના હુમલામાં લોહીલુહાણ થયા હોવા છતાં પૅસેન્જરોના જીવ બચાવનારા ગુજરાતી કૅપ્ટન સ્મિત મચ્છરનું નામ આપવાની માગણી કરી હતી.

‌બ્રિજ બનીને તૈયાર, પણ નામને લઈને વિવાદ તસવીર સૈયદ સમીર અબેદી

વિદ્યાવિહાર સ્ટેશન પાસે બનાવવામાં આવેલા ઈસ્ટ અને વેસ્ટને જોડતા નવા બ્રિજને કોનું નામ આપવું એ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (UBT) વચ્ચે જામી પડી છે. થોડા દિવસ પહેલાં BJPના વિધાનસભ્ય પરાગ શાહે આ બ્રિજને flydubaiની ફ્લાઇટમાં કટ્ટરવાદી કો-પાઇલટના હુમલામાં લોહીલુહાણ થયા હોવા છતાં પૅસેન્જરોના જીવ બચાવનારા ગુજરાતી કૅપ્ટન સ્મિત મચ્છરનું નામ આપવાની માગણી કરી હતી અને આ બાબતનો પત્ર પ્રશાસનને લખ્યો હતો.

હવે શિવસેના (UBT)એ આ બ્રિજને હાલમાં જ મૃત્યુ પામેલા દિગ્ગજ ઍક્ટર નાના પાટેકરનું નામ આપવાની માગણી કરતાં બૅનરો બ્રિજ પર લગાડ્યાં છે. બ્રિજને પદ્‍મશ્રી સ્વ. નાના પાટેકર સેતુ નામ આપવામાં આવે એવી માગણી શિવસેના (UBT) દ્વારા કરવામાં આવી છે. એને પગલે હવે આ બ્રિજને કોનું નામ આપવું એનો વિવાદ ચગ્યો છે.

અઠવાડિયાની શરૂઆતમાં શિવસેના (UBT)ના કાર્યકરો બ્રિજને નાના પાટેકરનું નામ આપવામાં આવે એવી માગણી સાથે મુંબઈનાં મેયર રિતુ તાવડેને પણ મળ્યા હતા અને આ વિશેનો પત્ર તેમને સુપરત કર્યો હતો. આ વિશે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હાઉસના નેતા ગણેશ ખણકરે જણાવ્યું હતું કે ‘નાના પાટેકર દેશના સૌથી પ્રતિભાશાળી અભિનેતા હતા. મને લાગે છે કે બ્રિજને બદલે કોઈ મોટા થિયેટર કે થિયેટર કૉમ્પ્લેક્સનું નામ તેમના નામે રાખવું વધુ યોગ્ય રહેશે.’

 

mumbai news mumbai vidyavihar shiv sena uddhav thackeray