Mumbai: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બાન્દ્રામાં ત્રણ જગ્યાએ પાડ્યા દરોડા

23 October, 2021 06:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એજન્સી સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જગ્યાએ રેડ પાડી છે.

એનસીબી ઓફિસ મુંબઈ

મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એજન્સી સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જગ્યાએ રેડ પાડી છે, જેમાં મુંબઈ ક્રુઝ શીપ રેડ કેસ પણ સામેલ છે. આ દરમિયાન મુંબઈ એનસીબીએ બાન્દ્રામાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે. એનસીબીના સૂત્રોએ જણાવ્યું હુતં કે, એનસીબીની એક ટીમ હોટેલ તાજ લૈંડ્સ એંડ ગઈ છે. જે લોકો દિલ્લીથી આવ્યા હતા અને ક્રૂજ પાર્ટીનો હિસ્સો બન્યા હતા, તે લોકો આ જ હોટલમાં રોકાયા હતા. 

ક્રુઝ શીપ રેડ કેસ સાથે સંલગ્ન જાણકારી મેળવવા માટે ટીમ ત્યાં ગઈ છે. જોકે, ત્યાં કોઈ રેડ કરવામાં નથી આવી કે કોઈ સર્ચ ચાલી રહ્યું નથી.

નોંધનીય છે કે મુંબઈ ક્રુઝ શીપ ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરી એનસીબીની ટીમે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત અનેક લોકોની ધરપકડ કરી છે. આ મામલે આર્યન ખાન હાલમાં આર્થર જેલમાં બંધ છે. અનેક વાર તેમના જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. એનસીબી આ મામલે સતત તપાસ કરી રહી છે. તે દરમિયાન આ કેસમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે અભિનેત્રીને અનન્યા પાંડેને ડ્રગ્સ કેસ મામલે એનસીબીએ બોલાવી હતી. આ ઉપરાંત ગત રોજ એટલે કે શુક્રવારે પણ અભિનેત્રી પિતા ચંકી પાંડે સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી. જયાં તેની 4 કલાક પૂછપરછ ચાલી હતી. 

mumbai mumbai news bandra